Benefits Of Early Morning Walk : ઘણા સેલિબ્રિટીઝ ફિટ રહેવા માટે સ્ટ્રીક રૂટિન ફોલો કરે છે. ઇન્ડિયન ટીવી એકટ્રેસ શિલ્પા સકલાની અગ્નિહોત્રી (Shilpa Saklani Agnihotri) દરરોજ વહેલી સવારે 10 કિમી ચાલે છે, ચાલવાથી (walking) ઘણા સ્વાસ્થ્ય ફાયદા (health benefits) થાય છે. તાજતેરનો ટીવી એકટ્રેસ રૂબીના દિલાઈકે તેના યુટ્યુબ શો ‘કિસીને બતાયા નહીં: ધ મધરહૂડ જર્ની’ માં જાહેર કર્યું કે, ‘શિલ્પા સકલાની સવારે 4 વાગે ઉઠે છે, હવે સવારે 5 વાગે 5-10 કિમી જેટલું ચાલવા જાય છે.’

વહેલી સવારે વોક કરવાના ફાયદા
હેલ્થ એક્સપર્ટ ‘અસંખ્ય શારીરિક લાભો મેળવવા માટે દરરોજ સવારે 5-10 કિમી ચાલવાની ભલામણ કરે છે. વજન મેન્ટેઇન અને ફિટનેસ લેવલને સુધારવા માટે તે એક સારી રીત છે. ચાલવું એ એક સરળ કસરત છે જે સાંધાઓ પર હળવી અસર કરે છે, વોકિંગ તમામ ઉંમરના લોકો અને ફિટનેસ ફ્રીક વ્યક્તિ માટે પણ યોગ્ય છે. નિયમિત ચાલવાથી, વ્યક્તિના હાડકાં અને સ્નાયુઓને મજબૂત બની શકે છે, હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે અને ચયાપચયને વેગ આપી શકે છે.
આ પણ વાંચો: Breathing Exercises : ઊંડા શ્વાસ લેવાની પ્રેકટીસ અને અન્ય કસરત અનિદ્રાની સમસ્યામાં આપી શકે રાહત?
નિયમિત ચાલવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે, જે હૃદય રોગ, સ્ટ્રોક અને અન્ય કાર્ડિયોવેસ્ક્યુલર જેવી સમસ્યાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, ચાલવાથી કેલરી બર્ન થાય છે, જે વેઇટ કન્ટ્રોલ કરવામાં અને તંદુરસ્ત બોડી માસ ઇન્ડેક્સ જાળવવા માટે જરૂરી છે. વૉકિંગ કરવાથી પાચનમાં સુધારો અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ થઇ શકે છે.
વહેલી સવારે વધારે ચાલવાથી એકંદરે ફિટનેસ અને સહનશક્તિના લેવલમાં વધારો થાય છે, નિયમિત ચાલવાથી સ્નાયુઓ મજબૂત થાય છે, જેમાં પગ, હિપ્સ અને કોરનો સમાવેશ થાય છે, સારા હેલ્ધી શારીરિક સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે.
વોકિંગએ દોડવા કરતા ઓછી અસરવાળી કસરત છે તેથી સાંધા પર હળવી અસર થાય છે. તે સંધિવાનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચો: Health Tips: કસરત પછી મસલ્સમાં દુખાવો, ઉઠવા – બેસવામાં મુશ્કેલી પડે છે? દુખાવામાં રાહત માટે અપનાવો સરળ 3 રીત
સૂર્યપ્રકાશમાં બહાર ચાલવાથી લોકો વિટામિન ડીના સંપર્કમાં આવે છે, જે મૂડને નિયંત્રિત કરવામાં અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સનલાઇટ પણ સર્કેડિયન લયને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત બગીચા જેવી લીલીછમ જગ્યા કુદરતી વાતાવરણમાં ચાલવું એ હતાશાની લાગણીઓ ઘટાડવામાં અને મેન્ટલ હેલ્થ સુધારવા સાથે સંકળાયેલું છે.