scorecardresearch
Premium

ઘણી કંપનીઓના CEO કરતા વધારે કમાય છે આ ટિકટોકર, એક પોસ્ટના મળે છે 6 કરોડ

Khaby Lame Tiktok – યૂરોપના સેનેગલમાં જન્મેલો ખૈબી પહેલા એક ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. કોરોના મહામારીની શરૂઆતમાં પોતાની નોકરી ગુમાવી દીધી હતી. જે પછી ટિકટોક વીડિયો પોસ્ટ કરવાના શરુ કર્યા હતા


ખૈબી લેમના ટિકટોક પર લગભગ 150 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે (Photo Source- Facebook)
ખૈબી લેમના ટિકટોક પર લગભગ 150 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે (Photo Source- Facebook)

Worlds most followed TikToker Khaby Lame: કન્ટેટ ક્રિએટર ખૈબી લેમ (Khaby Lame) સોશિયલ મીડિયાની દુનિયામાં એક ચર્ચિત નામ છે. તેના નામે નંબર વન ટિકટોકરનું (TikToker)ટાઇટલ પણ છે. અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તેને કરોડો લોકો ફોલો કરે છે. 22 વર્ષનો ખૈબી લેમ (TikTok Khaby Lame)સોશિયલ મીડિયા દ્વારા કરોડો રૂપિયા કમાઇ રહ્યો છે. દુનિયામાં સૌથી વધારે ફોલો કરનારા ટિકટોકર ખૈબી લેમ ઘણી કંપનીઓના સીઇઓના વાર્ષિક વેતનથી વધારે કમાય છે.

આ વર્ષે લગભગ 80 કરોડ રૂપિયા કમાયો

ખૈબી લેમના ટિકટોક પર લગભગ 150 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. લેમ સૌથી વધારે પેમેન્ટ મેળવનાર સોશિયલ મીડિયા સ્ટાર્સમાંથી એક છે. તેના મેનેજર એલેસેંડ્રો રિગિયોએ હાલમાં જ એક બિઝનેસ ન્યૂઝ આઉટલેટ સાથે ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તે પોતાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિના બળે આ વર્ષે લગભગ 80 કરોડ રૂપિયા કમાયો છે.

રેમ્પ પર ચાલવા માટે મળ્યા 3.58 કરોડ રૂપિયા

ખૈબી પોતાના ટિકટોક વીડિયો માટે ઓળખાય છે. જ્યાં તે ચુપચાપ જટિલ લાઇફ હૈક વીડિયોની મજાક ઉડાવે છે. 22 વર્ષના ખૈબીને હાલમાં જ પ્રખ્યાત ફેશન લેબલ હ્યુગો બોસે મિલાન ફેશન વીકમાં રેમ્પ પર ચાલવા માટે 3.58 કરોડ રૂપિયાથી વધારે પેમેન્ટ કર્યું હતું. આ સિવાય ખૈબીને હોલિવૂડ પ્રોડક્શન હાઉસ દ્વારા ટિકટોક પર પોસ્ટ કરાયેલા એક વીડિયો માટે લગભગ 6 કરોડ રૂપિયા પેમેન્ટ કર્યા હતા.

ફેક્ટરીમાં કરતો હતો મજૂરી

ટિકટોક પર ખૈબી લેમીની સફર થોડા જ વર્ષોની છે. કોવિડ-19ની શરૂઆતના ગાળામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાયો હતો. યૂરોપના સેનેગલમાં જન્મેલો ખૈબી પહેલા એક ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. કોરોના મહામારીની શરૂઆતમાં પોતાની નોકરી ગુમાવી દીધી હતી. જે પછી ટિકટોક વીડિયો પોસ્ટ કરવાના શરુ કર્યા હતા. Khaby Lame કોમેડિક વીડિયો બનાવે છે. તેનો અંદાજ બીજાથી સાવ અલગ છે. આ યૂનિક સ્ટાઇલ જ હવે તેની યૂએસપી બની ગઇ છે.

Web Title: Worlds most followed tiktoker khaby lame

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×