Ex Muslim Movement : ઈસ્લામ ધર્મમાં માનનારાઓની વસ્તી પર નજર કરવામાં આવે તો આજે તે ઈસાઈ ધર્મ બાદ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. સાથે જ તે સૌથી ઝડપથી વિકસતો ધર્મ છે, પરંતુ હાલમાં તે એક એવા ખતરાનો સામનો કરી રહ્યો છે, જે તેણે પહેલા ક્યારેય નથી કર્યો. કેટલાક લોકો એવા છે જે દુનિયાભરમાં ઇસ્લામમાં વિશ્વાસ કરતા હતા, જે હવે તેના પર પીઠ ફેરવી રહ્યા છે. એટલું જ નહીં હવે તેને એક આંદોલનનું નામ આપવામાં આવ્યું છે. આને X મૂવમેન્ટ કહેવામાં આવી રહી છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ બ્રિટન, અમેરિકા અને મુસ્લિમ દેશોમાં પણ ઝડપથી વધી રહ્યું છે.
ઈસ્લામ ધર્મમાં ધર્મનો ત્યાગ કરવું નિષેધ
ઈસ્લામ ધર્મમાં ધર્મનો ત્યાગ કરવો ખરાબ માનવામાં આવે છે. જે લોકો ઇસ્લામ છોડવાનો પ્રયત્ન કરે છે, તેમને હિંસાનો સામનો કરવો પડે છે. પરંતુ એક્સ મુસ્લિમોની વધતી વસ્તી બતાવે છે કે, આ પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે. વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો દેખાયા છે અને સામે આવી રહ્યા, જેમણે ઇસ્લામ છોડી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં રહેતા 23 ટકા પુખ્ત વયના લોકો કે, જેઓ મુસ્લિમ પરિવારમાં મોટા થયા છે, તેઓ હવે પોતાને મુસ્લિમ તરીકે ઓળખતા નથી.
મુસ્લીમ ધર્મ છોડવા પાછળ કેવા કારણો જવાબદાર
ઈસ્લામ ધર્મ છોડનારી મહિલા નૂરજહાંએ અનેક કારણો આપ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, હિજાબ પહેરવું, મહિલાઓ સાથે વધતો ભેદભાવ અને ધર્મના નામે કટ્ટરતા જેવી બાબતોએ તેને ઇસ્લામથી દૂર રહેવા માટે મજબૂર કરી દીધી હતી. ઈસ્લામ ધર્મની કેટલીક બાબતો મને અતાર્કિક લાગે છે. મહિલાઓ પ્રત્યેનો ભેદભાવ ખૂબ જ દુ:ખ પહોંચાડે છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા કચ્ચાથીવુ ટાપુને લઈ શું હંગામો છે? 1974માં કોંગ્રેસે શ્રીલંકા સાથે કર્યો હતો કરાર? શું છે મામલો
ઇસ્લામ છોડીને જતા લોકોની વધતી સંખ્યા
માત્ર ઇસ્લામ જ નહીં, પરંતુ ખ્રિસ્તીઓ, હિન્દુઓ, બૌદ્ધો અને યહૂદીઓમાં પણ ધર્મ છોડનારા લોકો મોટી સંખ્યામાં છે. પરંતુ ઈસ્લામ છોડનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઈસ્લામ ધર્મ છોડનારાઓની એક વાત અલગ છે. એટલે કે જે લોકો અન્ય ધર્મોનો ત્યાગ કરે છે તેઓ પોતાને નાસ્તિક કહે છે અને જે લોકો ઇસ્લામ છોડી દે છે તેઓ પોતાને પૂર્વ મુસ્લિમ ગણાવે છે. ઇસ્લામિક સમાજમાં, જ્યાં ધર્મનો ત્યાગ કરવો એ એક મોટો નિષેધ માનવામાં આવે છે, ત્યાં તેને ખુલ્લેઆમ જાહેર કરવામાં એક મોટો સંદેશ છુપાયેલો છે. ઘણા દેશોમાં ઈસ્લામ છોડવો ગેરકાયદેસર માનવામાં આવે છે, પરંતુ યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં તે કાયદેસર છે.