જર્મનીના પૈંકોમાં એક જિલ્લા કોર્ટે 13 જૂનના એક નિર્ણયમાં 28 મહિનાની બાળકીને તેના માતા-પિતાને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટો પોતાના બે નિર્ણયમાં 28 મહિનાની અરિહા શાહને તેના માતા-પિતાને સોંપવાથી ઇન્કાર કર્યો હતો. કોર્ટે બાળકીને લોકલ એજન્સી German youth service jugendamtને સોંપી હતી.
બાળકીના માતા-પિતાની અરજીને ફગાવી
કોર્ટે ધારા શાહ અને ભાવેશ શાહની બાળકીને તેમને સોંપવાની અરજીને ફગાવી દીધી હતી. આ ઉપરાંત કોર્ટે ત્રીજા પક્ષને બાળકીને સોંપવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. જર્મન કોર્ટે નિર્ણય આપતા કહ્યું હતું કે માતા-પિતા હવે બાળકીના ભવિષ્ય અંગે નિર્ણય લેવા માટે અધિકૃત નથી.
3 જૂને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જર્મન અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે અહિરાને વહેલી તકે ભારત મોકલવા માટે દરેક સંભવ પ્રયાસ કરે. આ પહેલા જૂનમાં ભાજપા, કોંગ્રેસ, વામ દળ અને તૃળમૂળ કોંગ્રેસ સહિત 19 રાજકીય દળોના 59 સાંસદોએ ભારતમાં જર્મની રાજદૂત ફિલિપ એકરમેનને સંયુક્ત પત્ર લખ્યો હતો. સાંસદોએ જર્મન રાજદૂતને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું કે અરિહા વહેલી તકે ભારત લાવવામાં આવે.
શું છે આખો મામલો?
ફેબ્રુઆરી 2021માં જન્મેલી અરિહા માત્ર સાત મહિનાની હતી ત્યારથી તેના ગૃપ્ત અંગો ઉપર ઇજાઓ થવાના કારણે judendamt એ તેને કસ્ટડીમાં લીધી હતી. ત્યારબાદ અરિહાના માતા-પિતા હોસ્પિટલ ગયા બાદ judendamtને જાણ કરી હતી. જર્મન અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે અરિહાના માતા-પિતા તેને ત્રાસ આપતા હતા. અરિહાના પિતા ભાવેશે કહ્યું કે ડિસેમ્બર 2021માં હોસ્પિટલ દ્વારા ત્રાસને નકારી દીધા હતા. અને દરેક અભિયોજકને ફેબ્રુઆરી 2022માં ગુનાહિત આરોપ હટાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે હોસ્પિટલમાં યૌન શોષણનો આરોપ લાગ્યા બાદ બાળકીના માતા-પિતાનું કહેવું હતું કે એક મામુલી દુર્ઘટનામાં બાળકીને ઇજા થઈ હતી. જેના કારણે તેના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બાળકીના માતા-પિતાએ અધિકારીઓ ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે અમારી એકપણ વાત થઈ નથી.