scorecardresearch
Premium

World Richest Families: દુનિયાના 5 સૌથી ધનિક પરિવારો, સંપત્તિનો આંકડો જોઇ ચોંકી જશો

Top 5 Richest Families In The World 2023: બ્લૂમબર્ગની વિશ્વના સૌથી ધનાઢ્ય પરિવાર 2023ની યાદીમાં યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના પરિવારે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

World Richest Families | World Top 5 Richest Families 2023 | Top 5 Richest Families
વિશ્વના સૌથી અમીર પરિવારોઃ ધનિક પરિવારોની યાદીમાં વોલ્ટન પરિવારનું નામ બીજા સ્થાને છે. (Photo – Jansatta)

Top 5 Richest Families In The World 2023: તમે અત્યાર સુધીમાં વિશ્વના ઘણા ધનિક લોકો વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. આ દિવસોમાં અંબાણી પરિવાર આપણા દેશ ભારતમાં અમીર લોકોની યાદીમાં પ્રથમ નંબરે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી ધનિક કુટુંબ કયું છે? જો ના, તો અમે તમને આ લેખમાં આવી જ માહિતી આપી રહ્યા છીએ.

હકીકતમાં, દર વર્ષે બ્લૂમબર્ગ મેગેઝિન વિશ્વના સૌથી ધનિક પરિવારોની યાદી બહાર પાડે છે. આ સિરિઝમાં વર્ષ 2023ની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વર્ષ 2023માં વિશ્વના 5 સૌથી ધનિક પરિવારો ક્યા છે-

અલ નાહયાન પરિવાર (Al Nahyan Family)

બ્લૂમબર્ગની વર્લ્ડ્સ રિચેટ્સ ફેમિલીઝ 2023ની યાદીમાં સંયુક્ત અરબ અમિરાત (યુએઇ)ના રાષ્ટ્રપતિ
શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના પરિવારે નંબર-1 પર સ્થાન મેળવ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અલ નાહયાન પરિવારની કુલ સંપત્તિ 305 અબજ ડોલર છે. તમને જણાવી દઈએ કે નાહયાન પરિવારે પ્રથમ વખત આ યાદીમાં પોતાનું નામ સામેલ કર્યું છે અને પ્રથમ વખત આ પરિવાર પ્રથમ નંબર પર છે. નાહયાન પરિવારની મોટાભાગની સંપત્તિ ક્રૂડ ઓઇલથી ઊભી કરવામાં આવી છે, આ સૌથી ધનિક પરિવારની જમીન પર યુએઇનુ સૌથી મોટું ઓઇલ રિઝર્વ છે.

વોલ્ટન પરિવાર (Walton Family)

વિશ્વભરના અમીર પરિવારોની યાદીમાં વોલ્ટન પરિવારનું નામ બીજા સ્થાને છે. બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર, વિશ્વની સૌથી મોટી રિટેલ ચેઇન વોલમાર્ટમાં 46% હિસ્સો ધરાવતા આ પરિવાર પાસે 259.7 અબજ ડોલરની સંપત્તિ છે.

હર્મેસ ફેમિલી (Hermes Family)

દુનિયાના સૌથી ધનિક પરિવારનોની યાદીમાં લક્ઝરી ફેશન બ્રાન્ડ ‘Hermes’ માટે જાણીતું હર્મેસ ફેમિલી ત્રીજા સ્થાને છે. આ પરિવારની કુલ સંપત્તિ 150.9 અબજ ડોલર છે.

માર્સ પરિવાર (Mars Family)

આ યાદીમાં ચોથા ક્રમે માર્સ ફેમિલીનું નામ આવે છે. અમેરિકન કન્ફેક્શનરી કંપની ‘માર્સ’નું સંચાલ કરનાર આ પરિવાર પાસે 141.9 અબજ ડોલરની સંપત્તિ છે. તમને જણાવી દઈએ કે માર્સ પરિવાર પેટ ફૂડ અને પેડિગ્રી જેવી સ્નિકર્સ ચોકલેટ બ્રાન્ડની માલિકી ધરાવે છે.

આ પણ વાંચો | 2023માં ભારતીયોએ યુટ્યુબ પર સૌથી વધુ શું જોયું? ગૂગલે યાદી જાહેર કરી

અલ થાનીઝ પરિવાર (Al Thani Family)

બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર દુનિયા સૌથી ધનિક પરિવારોની યાદીમાં કતારનો શાહી પરિવાર અલ થાનીઝ પાંચમા સ્થાને છે. આ રિપોર્ટ અનુસાર આ પરિવાર પાસે 135 અબજ ડોલરની સંપત્તિ છે. તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઇલ રિઝર્વની સાથે અલ થાનીઝ પરિવાર પાસે ફેશન લેબલ વેલેન્ટિના માલિકી હક પણ છે.

Web Title: These is top 5 richest families in the world 2023 bloomberg billionaires list as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×