scorecardresearch
Premium

અદન ખાડીમાં જહાજ પર ફરી ડ્રોન હુમલો, ભારતીય નૌકાદળે કરી મદદ, જહાજ પર 22માંથી 9 ભારતીય ક્રૂ સભ્યો

Gulf of Aden Drone Attack on Merchant Ship : અદનની ખાડીમાં એક વેપારી જહાજ પર ફરી ડ્રોન હુમલો થયો છે, ભારતીય નેવીએ જહાજમાં ફસાયેલા 9 ભારતીય સહિત 22 ક્રૂ સભ્યોને બચાવ્યા.

Gulf of Aden Drone Attack on Merchant Ship
અદનની ખાડીમાં એક વેપારી જહાજ પર ફરી ડ્રોન હુમલો

Gulf of Aden Drone Attack on Merchant Ship : ગલ્ફ ઓફ અદનની ખાડીમાં માર્શલ ટાપુના ધ્વજવાળા MV ગેન્ઝો પિકાર્ડી જહાજ પર ડ્રોન હુમલો થયો છે, ભારતીય ભારતીય નૌકાદળે તાત્કાલિક મદદ માટે રવાના થયુ છે. નેવીએ જણાવ્યું કે, બુધવારે આ ઘટના બની, અદન ની ખાડીમાં ચાંચિયા ડાકુઓ વિરોધી કામગીરીમાં તૈનાત દળના યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમને ડ્રોન હુમલા બાદ મદદ માટે ફોન આવ્યો હતા. જહાજ પર સવાર કુલ 22 ક્રૂ સભ્યોમાંથી 9 ભારતીય છે.

ગયા મહિનાથી પશ્ચિમી અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજો પરના હુમલાઓની વચ્ચે બુધવારે મોડી રાત્રે માર્શલ આઇલેન્ડ્સ-ધ્વજવાળા જહાજ જેન્સો પિકાર્ડી પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ નેવીના ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ વિશાખાપટ્ટનમે તરત જ મદદ પૂરી પાડી હતી.

નેવીએ જણાવ્યું હતું કે, એમવી જેન્સો પિકાર્ડી પર કોઈ જાનહાનિ થઈ નથી, આ જહાજમાં નવ ભારતીયો સહિત 22 લોકોનો ક્રૂ છે અને આગ કાબૂમાં છે. હુમલાનું ચોક્કસ સ્થળ હાલ જાણી શકાયું નથી.

ભારતીય નેવીના યુદ્ધ જહાજે ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે ફસાયેલા જહાજને શોધી કાઢ્યું અને તરત જ સહાય પૂરી પાડી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જહાજમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.

આ પણ વાંચોહેલિકોપ્ટરમાં બેસી અયોધ્યાના દર્શન કરવા માંગો છો? જાણો કેટલો સમય લગશે અને ભાડું શું છે

વિશાખાપટ્ટનમ યુદ્ધ જહાજમાં હાજર નૌકાદળના નિષ્ણાતોએ જહાજની તપાસ કરી છે. જે બાદ હવે જહાજ તેની આગામી બંદર મુલાકાત તરફ આગળ વધી રહ્યું છે.

Web Title: Ship drone attacked again gulf of adan indian navy help 9 indian crew members km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×