Chandrayaan 3 vs Luna 25 Landing date on Moon : ભારતના ચંદ્રયાન 3 પહેલા ચંદ્ર પર પહોંચવા માટે રશિયાએ મોકલેલા લુના-25 અવકાશયાનમાં શનિવારે કોઇ ખામી સર્જાઇ હોવાના અહેવાલ આવ્યા હતા. હાલના અહેવાલો મુજબ રશિયન વૈજ્ઞાનિકોએ લુના 25 અવકાશયાનમાં સર્જાયેલી ખામીને ઓળખી કાઢી છે અને ખામી દૂર કરી દીધી છે. હવે રશિયાનું અવકાશયાન લુના 25 ચંદ્ર પર ઉતરણ કરવા માટે આગળ વધી રહ્યુ છે.
રશિયાના લુના 25 અવકાશયાનમાં ખામી સર્જાયેલી ખામી દૂર
રશિયાએ ઓગસ્ટ મહિનાના આરંભમાં લોન્ચ કરેલા લુના-25 અવકાશયાનમાં શનિવારે “અસામાન્ય ખામી” સર્જાઇ હતી. રશિયાની અંતરિક્ષ એજન્સી – રોસકોસમોસે જણાવ્યું હતું કે, અવકાશયાન પૂર્વ-ઉતરાણ ભ્રમણકક્ષામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે કોઇ અજાણી મુશ્કેલીમાં ફસાઈ ગયું હતું. રશિયાના સ્પેસ સાયન્ટિસ્ટ હાલ લુના-25 અવકાશયાનની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે. “ઓપરેશન દરમિયાન, ઓટોમેટિક સ્ટેશન પર એક અસામાન્ય પરિસ્થિતિ સર્જાઇ, જેણે સ્પષ્ટ પરિમાણો મેળવવાની મંજૂરી આપી ન હતી,” એવું Roscosmos એ ટેલિગ્રામ પોસ્ટને જણાવ્યું હતું.
જો કે રોસકોસમોસે સ્પષ્ટતા કરી નથી કે, આ ઘટના લુના-25ને ચંદ્રની સપાટી પર ઉતરાણ કરતા અટકાવશે કે કેમ. નોંધનિય છે કે, રશિયાનું આ અવકાશયાન સોમવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરવાનું છે, જે ભારતના ચંદ્રયાન-3ની પહેલા આગળ પૃથ્વીના ઉપગ્રહ પર ઉતરણ કરવાની હરિફાઇ કરી રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવનો વૈજ્ઞાનિકોમાં ખાસ્સો રસ છે, કારણ કે એવું મનાય છે કે, હંમેશા ઢંકાયેલા રહેતા ચંદ્રના આ ધ્રુવી પ્રદેશમાં પાણી હોઈ શકે છે.

ખડકોમાં થીજી ગયેલા પાણીને ભાવિ સંશોધકો દ્વારા હવા અને રોકેટના બળતણમાં પરિવર્તિત કરી શકાય છે. શનિવારે પણ, રશિયન અવકાશયાને તેના પ્રથમ પરિણામો જાહેર કર્યા. જોકે રોસકોસ્મોસે જણાવ્યું હતું કે માહિતીનું વિશ્લેષણ ચાલી રહ્યું છે, એજન્સીએ અહેવાલ આપ્યો છે કે પ્રાપ્ત થયેલ પ્રારંભિક માહિતીમાં ચંદ્રની જમીનના રાસાયણિક તત્વો વિશેની માહિતી છે અને તેના સાધનોએ “માઈક્રોમેટિયોરાઈટ અસર” નોંધાવી છે.
Roscosmos એ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં ત્રીજા સૌથી મોટા – અવકાશયાનમાંથી લેવામાં આવેલી તસવીરો શેર કરી હતી. આ ખાડો 190 કિલોમીટર (118 માઇલ)નો વ્યાસ ધરાવે છે અને તે આઠ કિલોમીટર (પાંચ માઇલ) ઊંડો છે.
રશિયાનું લુના-25 અવકાશયાન 21થી 23 ઓગસ્ટની વચ્ચે ચંદ્ર પર લેન્ડિંગ કરે તેવી ધારણા હતી. તો ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરોએ 14 ઓગસ્ટે ચંદ્રયાન 3 લોન્ચ કર્યુ છે. અત્યાર સુધીમાં દુનિયાના માત્ર 3 જ દેશો – સોવિયેત રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર પહોંચવામાં સફળ થયુ છે. નોંધનિય છે કે, ભારતે વર્ષ 2019માં ચંદ્ર પર પહોંચવા માટે ચંદ્રયાન-2 લોન્ચ કર્યુ હતુ જો કે ઉતરણ સમયે ટેકનિકલ ખામીના સફળતા મળી ન હતી.
આ પણ વાંચો | ઈસરોના ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે?
ભારત અને રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમ ઉતરવાનું લક્ષ્ય ધરાવે છે. રોસકોસ્મોસે કહ્યું કે તે રશિયા “ચંદ્ર પર પેલોડ પહોંચાડવા માટે સક્ષમ છે”. નોંધનિય છે કે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોના લીધે તેના અંતરિક્ષ કાર્યક્રમો પ્રભાવિત થયા હતા.