scorecardresearch
Premium

Russia Luna 25 crashes : રશિયાનું લુના 25 ચંદ્ર પર પહોંચવામાં નિષ્ફળ, ચંદ્ર પર ઉતરણ વખતે ક્રેશ થયું અવકાશયાન; હવે ચંદ્રયાન 3 પર સૌની નજર

Russia Luna 25 crashes : રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્ર પર ઉતરણ કરવામાં નિષ્ફળ ગયુ. તમને જણાવી દઈએ કે રશિયાએ 11 ઓગસ્ટના રોજ લુના 25 સેટેલાઇટ લોન્ચ કર્યું હતું

russia luna 25 | russia luna 25 landing moon | russia | luna 25 live loction | luna 25 landing live | russia spacecraft | luna 25 spacecraft | Chandrayaan 3 vs luna 25
ભારતના મૂન મિશન પર સમગ્ર વિશ્વની નજર છે. રશિયાનું મિશન મુન લુના 25 નિષ્ફળ જતાં ભારતના ચંદ્રયાન 3 પર સૌની નજર છે.

Russia Luna 25 crashes Into Moon : રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળ ગયુ છે. રશિયાાના અવકાશયાન લુના 25માં આજે અમુક ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જોકે ત્યારબાદ વૈજ્ઞાનિકોએ લુના 25 અવકાશયાનની ખામીઓ શોધીને તેને સુધારી લીધી હતી. જો કે, રોસકોસમોસ અનુસાર, લુના-25 સ્ટેશન ચંદ્ર સાથે અથડાયું, જેના કારણે મિશન નિષ્ફળ ગયું. તમને જણાવી દઈએ કે રશિયાએ 11 ઓગસ્ટના રોજ Luna-25 લોન્ચ કર્યું હતું.

શિયાનું લુના 25 શા માટે ક્રેશ થયુ

રશિયા માટે રવિવારનો દિવસ બહુ ખરાબ રહ્યો છે કારણ કે રશિયાનું અવકાશયાન લુના 25 ચંદ્ર પર ઉતરણ કરતી વખતે ક્રેશ થયુ છે. વર્ષ 47 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રશિયાનું મિશન મૂન નિષ્ફળ ગયુ છે. લુના 25 અવકાશયાન કન્ટ્રોલમાંથી બહાર જતા રહેવાને કારણે તે ચંદ્ર પર ક્રેશ થયુ છે. રશિયાનું લુના 25 અવકાશયાન ક્રેશ થયા હવે ઇસરોએ મોકલેલા ચંદ્રયાન 3 ઉપર સમગ્ર વિશ્વની નજર છે.

રશિયાની અંતરિક્ષ સંસ્થારોસકોસ્મોસે જણાવ્યું હતું કે, લુના 25 અવકાશયાનને શનિવારે લેન્ડિંગ પહેલાની છેલ્લી ભ્રમણકક્ષામાં પ્રવેશવ્યા બાદ ટેકનિકલ ખામી સર્જાઇ હતી ત્યારબાદ તેમનો અવકાશયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

રોસ્કોસ્મોસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અવકાશયાન એક અનિશ્ચિતત ભ્રમણકક્ષામાં ધકેલાઇ ગયું અને ચંદ્રની સપાટી સાથે અથડામણના પરિણામે તે તૂટી પડ્યું છે.

આ પણ વાંચો | ચંદ્રયાન 3નું અંતિમ ડિબૂસ્ટિંગ પણ સફળ, ઇસરો અંતરિક્ષમાં ઇતિહાસ રચવા અગ્રેસર, જાણો હવે ચંદ્ર કેટલુ દૂર છે

રશિયાને અંતરિક્ષમાં ફટકો લાગ્યો છે.

રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્ર પર ઉતરણ વખતે ક્રેશ થતા તેને અંતરિક્ષ ક્ષેત્રમાં મોટો ફટકો લાગ્યો છે. નોંધનિય છે કે, મહત્વકાંક્ષી મિશન મૂનમાં નિષ્ફળતા એ શીત યુદ્ધ સ્પર્ધાના ગૌરવપૂર્ણ દિવસોની સરખામણીએ રશિયાનો અંતરક્ષિ ક્ષેત્રે દબદબો ઘટ્યો હોવાના સંકતે આપે છે. રશિયા વર્ષ 1957માં પૃથ્વીની પરિક્રમા કરવા માટે સૌપ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો.

Web Title: Russia luna 25 crashes moon mission failure now eyes on chandrayaan 3 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×