Robot Attacked The Man : અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક ફરી એક વખત મુશ્કેલીમાં ફસાયેલા જણાય છે. કાર કંપની ટેસ્લાના માલિક પ્રશ્નના ઘેરામાં છે અને તેનું કારણ એ છે કે, તેમની ફેક્ટરીમાં એક એન્જિનિયર પર રોબોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હા, તમે સાચુ વાંચી રહ્યા છો. અમેરિકાના ટેક્સાસમાં ટેસ્લાની ફેક્ટરીમાં ટેક્નિકલ ખામી બાદ એક રોબોટે સોફ્ટવેર એન્જિનિયર પર હુમલો કર્યો. આ એન્જિનિયરને ઘણી ઈજાઓ થઈ હતી અને ફેક્ટરીના ફ્લોર પર લોહીના છાંટા પડ્યા હતા.
સોફ્ટવેર એન્જિનિયર પર રોબોટે હુમલો કર્યો
ધ ઇન્ફર્મેશનના અહેવાલ મુજબ, એન્જિનિયર પર હુમલો કરનાર રોબોટિક મશીન કારના એલ્યુમિનિયમ ભાગોને પકડી રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ રોબોટમાં થોડી ખામી સર્જાઈ હતી અને તેણે નજીકમાં ઉભેલા વ્યક્તિને પકડી લીધો. આ સોફ્ટવેર એન્જિનિયર તે સમયે અન્ય બે રોબોટ્સ માટે સોફ્ટવેર પ્રોગ્રામિંગ સેટ કરી રહ્યો હતો. રોબોટે કર્મચારીને એવી રીતે પકડ્યો કે, તેના ધાતુના પંજા તેની પીઠ અને હાથમાં ઘુસી ગયા. અને ફેક્ટરીના ફ્લોર પર લોહી લોહી ફેલાઈ ગયું હતું. અન્ય કર્મચારીઓ ઈમરજન્સી બટન દબાવીને રોબોટને રોકવામાં સક્ષમ રહ્યા હતા, અને આ પછી ઘાયલ એન્જિનિયર પોતાને રોબોટની પકડથી અલગ કરવામાં સફળ રહ્યો.
તમને જણાવી દઈએ કે, આ ઘટના 2021ની છે અને રિપોર્ટમાં ઈજાના રિપોર્ટને ટાંકીને માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ ટ્રેવિસ કાઉન્ટીના આરોગ્ય અધિકારીઓ તેમજ ફેડરલ અધિકારીઓને રજૂ કરવામાં આવ્યો હતો.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપની ટેસ્લાએ જો કે આ મામલે કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે.
આ પણ વાંચો –
નોંધનીય છે કે તાજેતરના સમયમાં રોબોટ્સ દ્વારા ઉભા થતા જોખમોમાં વધારો થયો છે. 2023 માં, ઘણી કંપનીઓમાં રોબોટ્સના હુમલા અને ચેસ પ્લેયરની આંગળી તોડવાની ઇજાની ઘટના સામેલ છે.
ટેસ્લા ઇન્ક. તે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણના મામલામાં વિશ્વમાં સૌથી આગળ છે. મસ્કની EV કંપનીએ 2023માં વિશ્વભરમાં 18.2 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું, જે 2022ની સરખામણીમાં 37 ટકા વધુ છે.