PM Modi UAE Visit, પીએમ મોદી યુએઈ પ્રવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે UAE જશે. 14 ફેબ્રુઆરીએ તેઓ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત, તેઓ UAEમાં રહેતા ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે, આ કાર્યક્રમમાં ભારે ભીડ એકત્ર થવાની સંભાવના છે. જો કે આ કાર્યક્રમ પહેલા વરસાદે તમામ મજા બગાડી નાખી છે. વરસાદના કારણે કાર્યક્રમનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે.
UAEમાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. પીએમ મોદી પોતાના હાથે તેનું ઉદ્ઘાટન કરશે. BAPS સ્વામિનારાયણ મંદિર એ UAE માં પ્રથમ હિન્દુ મંદિર છે. આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં 7 ગોપુરમ અને અનેક શિલ્પો કલાત્મકતાથી કોતરેલા છે. તે માત્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતાને જ પ્રતિબિંબિત કરતું નથી પરંતુ ભારત અને UAE વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આશરે 2000-5000 ભક્તો આ મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

પીએમ મોદી યુએઈ પ્રવાસ : પીએમ મોદીની મુલાકાતનો મહત્વનો ભાગ
વડાપ્રધાન મોદી આજે દિલ્હીથી અબુધાબી પહોંચશે. સાંજે તેઓ ‘અહલાન’ મોદી કાર્યક્રમમાં ભાગ લેશે અને લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકોએ બુકિંગ કરાવ્યું છે. આ ઈવેન્ટ અબુ ધાબીના જા યાદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. તેઓ UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ સહિત અનેક નેતાઓને મળશે. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર વાતચીત પણ થશે.
પીએમ મોદી યુએઈ પ્રવાસ : PM મોદી સાતમી વખત UAE પહોંચશે
ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસિર અલશાલીએ પીએમ મોદીની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોના મહત્વને કારણે જરૂરી ગણાવી છે. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે અને પીએમ મોદી પોતાના હાથે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ મોદીની આ વખતે યુએઈની આ સાતમી મુલાકાત છે.
Ahlan Modi : પીએમ મોદીના સ્વાગત માટે યુએઇમાં ભવ્ય તૈયારી, અહલાન મોદી કાર્યક્રમમાં પ્રેક્ષકોની સંખ્યા ઘટાડી, જાણો કારણ

PM Narendra Modi Ahlan Modi Event In UAE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં 14 ફેબ્રુઆરીએ સ્વામી નારાયણ સંપ્રદાયના મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ આ પહેલા 13 ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમને અહલાન મોદી (નમસ્કાર મોદી) નામ આપવામાં આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો