scorecardresearch
Premium

PM Narendra Modi US visit : વ્હાઇટ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આ 140 કરોડ ભારતીયોનું સન્માન

PM Narendra Modi US visit : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – ભારત અને અમેરિકાની મિત્રતા સમગ્ર વિશ્વની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. બંને દેશો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે

PM Narendra Modi US visit, PM Narendra Modi
વ્હાઇટ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતુ (તસવીર – સ્ક્રિનગ્રેબ)

PM Narendra Modi US visit update: પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે હું સૌથી પહેલા રાષ્ટ્રપતિ બાઇડેનનો તેમના ઉષ્માભર્યા સ્વાગત અને તેમના સંબોધન માટે હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કાયદા અંતર્ગત સમાનતા, વ્યક્તિની સ્વતંત્રતા, ધાર્મિક બહુલવાદ, અમારા લોકોની વિવિધતા આ મૂલ્યો મજબૂત અને વિકસિત થયા છે. આજે વ્હાઇટ હાઉસમાં શાનદાર સ્વાગત સમારોહથી એક પ્રકારે ભારતના 140 કરોડ દેશવાસીઓનું સન્માન અને ગૌરવ છે. આ સન્માન અમેરિકામાં રહેતા 40 લાખથી વધુ ભારતીય લોકોનું પણ સન્માન છે.

ભારતીયો અમેરિકામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ હું ઘણી વખત વ્હાઇટ હાઉસમાં આવ્યો છું. આ પ્રથમ વખત છે જ્યારે વ્હાઇટ હાઉસના દરવાજા આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન સમુદાય માટે ખોલ્યા છે. ભારતીય સમુદાયના લોકો પોતાની પ્રતિભાથી અમેરિકામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ જો બિડેનને ભેટ આપેલા ગ્રીન ડાયમંડ સાથે છે સુરતનું કનેક્શન, જાણો તેની ખાસિયતો

બંને દેશો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ – પીએમ મોદી

પીએમે કહ્યું કે તમે બધા આપણા સંબંધોની અસલી તાકાત છો. પોસ્ટ કોવિડ કાળમાં વિશ્વ વ્યવસ્થા નવો આકાર લઈ રહી છે. આ સમયગાળામાં ભારત અને અમેરિકાની મિત્રતા સમગ્ર વિશ્વની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. બંને દેશો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.

પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે હંમેશાની જેમ આપણી વાતચીત સકારાત્મક રહેશે. હું લગભગ ત્રણ દાયકા પહેલા એક સામાન્ય નાગરિક તરીકે અમેરિકા આવ્યો હતો. ત્યારે મેં વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું.

Web Title: Pm narendra modi us visit us president joe biden pm modi meeting white house

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×