scorecardresearch
Premium

PM Modi US state visit Live: પીએમ નરેન્દ્ર મોદી સ્ટેટ વિઝિટ માટે અમેરિકા પહોંચ્યા, ભવ્ય સ્વાગત

PM Modi US state visit: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘સ્ટેટ વિઝિટ’ અંતર્ગત અમેરિકાનો વિદેશ પ્રવાસ બંને દેશો માટે મહત્વપૂર્ણ મનાય છે. આમ તો 2014 બાદ પીએ મોદી છ વખત અમેરિકા ગયા છે.

Prime Minister narendra modi
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ની મુલાકાતે પહોંચ્યા છે. (@PMOIndia)

PM Narendra Modi state visit America : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની અમેરિકાની સીમાચિહ્નરૂપ ‘સ્ટેટ વિઝિટ’ માટે યુએસમાં પહોંચી ગયા છે. આ વિદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ ડિનરમાં હાજરી આપશે, જ્યાં તેઓ યુએસના રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મંત્રણા કરશે. પીએમ મોદી 21થી 23 જૂન – એમ કુલ ત્રણ દિવસના વિદેશ પ્રવાસે અમેરિકા પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ 24 અને 25 જૂને ઇજિપ્તની મુલાકાતે જશે. પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ ઘણા બધા દ્રષ્ટિકોણથી બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે.

Live Updates
00:08 (IST) 21 Jun 2023
પીએમ નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં હોટલ પહોંચ્યા

00:01 (IST) 21 Jun 2023
પીએમ નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું

23:39 (IST) 20 Jun 2023
પીએમ મોદીની હોટેલમાં ગુજરાતીઓ દ્વારા ગરબાની રમઝટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક સિટીના મિડટાઉન મેનહટનમાં આવેલી લક્ઝરી હોટેલ લોટ્ટે ન્યૂયોર્ક પેલેસમાં રોકાશે.

પીએમ મોદીના આગમની રાહ જોઇ રહેલા ભારતીય સમુદાયના લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી.

23:38 (IST) 20 Jun 2023
પીએમ મોદી ન્યુયોર્કમાં 900 રૂમવાલી હોટેલમાં રોકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક સિટીના મિડટાઉન મેનહટનમાં આવેલી લક્ઝરી હોટેલ લોટ્ટે ન્યૂયોર્ક પેલેસમાં રોકાશે. હોટેલમાં મહેમાનો માટે 900 થી વધુ રૂમ અને સ્યુટ્સ હોવાના અહેવાલ છે. તેઓ આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા સંયુક્ત રાષ્ટ્ર જશે.

23:24 (IST) 20 Jun 2023
‘મોદી પ્રિન્ટવાળી કોટી’ પહેના મિનેશ પટેલે આકર્ષણ જમાવ્યું

ભારતીય ડાયસ્પોરાના સભ્ય મિનેશ સી પટેલે એક ખાસ પ્રિન્ટવાળી કોટી પહેરી હતી. મિનેશ પટેલે નરેન્દ્ર મોદીના ફોટા વાળી કોટી પહેરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મિનેશ સી પટેલ કહે છે, “આ કોટી 2015માં ગુજરાત દિવસ દરમિયાન બનાવવામાં આવી હતી… અમારી પાસે આમાંથી 26 (જેકેટ્સ) છે અને આ 26 (જેકેટ્સ)માંથી ચાર આજે અહીં છે.”

23:22 (IST) 20 Jun 2023
વડાપ્રધાન મોદીનું અમેરિકાના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

વડાપ્રધાન મોદીનું અમેરિકાના એરપોર્ટ પર ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત

PM મોદીનું શહેરમાં આગમન થતાં તેમનું સ્વાગત કરવા ભારતીય સમુદાયના સભ્યો લોટ્ટે ન્યૂયોર્ક પેલેસની બહાર એકઠા થયા હતા.

23:20 (IST) 20 Jun 2023
‘વિશેષ આમંત્રણ’ લોકશાહી વચ્ચેની ભાગીદારીના ઉ્ત્સાહ અને જુસ્સાનું પ્રતિબિંબ – મોદી

અમેરિકાના પ્રવાસે જવાની પહેલા એક નિવેદનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, બિડેન સરકાર દ્વારા આપવામાં આવેલું “વિશેષ આમંત્રણ” લોકશાહી વચ્ચેની ભાગીદારીના ઉ્ત્સાહ અને જુસ્સાનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રપતિ બિડેન અને અન્ય વરિષ્ઠ યુએસ નેતાઓ સાથેની તેમની ચર્ચાઓ દ્વિપક્ષીય સહયોગ તેમજ G20, ક્વાડ અને IPEF (સમૃદ્ધિ માટે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક) જેવા બહુપક્ષીય મુદ્દાઓ પર એક થવાની તક પૂરી પાડશે. મોદી વર્ષ 2014 બાદ છ વખત અમેરકાની મુલાકાતે ગયા છે. છેલ્લી “હાઉડી મોદી” ઇવેન્ટમાં અમેરિકા ગયા હતા. જેમાં તેણે 22 સપ્ટેમ્બર, 2019 ના રોજ હ્યુસ્ટનના NRG સ્ટેડિયમ ખાતે યોજાયેલી એક મેગા રેલી યોજી હતી અને 50,000થી વધુ લોકોને સંબોધન કર્યુ હતુ.

23:20 (IST) 20 Jun 2023
પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો મુખ્ય એજન્ડા

પીએમ નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસીય વિદેશ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ મનાય છે. 21-23 જૂન સુધીની મુલાકાતમાં બંને પક્ષો સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહકાર માટે એક રોડમેપ પર કામ કરતા જોવા મળશે જેથી કો- પ્રોડક્શન, કો- ડેવલપમેન્ટ અને સપ્લાય ચેઇન મેઇન્ટેનન્સમાં ગાઢ ભાગીદારી કરી શકાય. બંને પક્ષો વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત કરવા અને ટેલિકોમ, સ્પેસ અને મેન્યુફેક્ચરિંગ સહિતના ટેક્નોલોજી ડોમેનમાં ગાઢ સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ વડા પ્રધાનની રાજ્ય મુલાકાત અંગે માહિતી આપતાં તેને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં “માઇલસ્ટોન” તરીકે વર્ણવ્યું હતું. પીએમ મોદી બિડેન સરકાર તરફથી આ સન્માન મેળવનારા ત્રીજા વિદેશી નેતા છે.

23:20 (IST) 20 Jun 2023
UN ખાતે ‘વિશ્વ યોગ દિવસ’માં ભાગ લેશે

પીએમ મોદી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન 21 જૂને યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ 22 જૂને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કરશે. ઉપરાંત વડાપ્રધાન 23 જૂનની સાંજે ભારતીય-અમેરિકન સમુદાયને પણ સંબોધિત કરશે, જે તેઓ વર્ષ 2014માં સત્તા પર આવ્યા પછી સમુદાયને તેમનું ચોથું મોટું સંબોધન હશે. 2014 માં સત્તા પર.

Web Title: Pm narendra modi us state visit live joe biden world yoga day

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×