અનોના દત્ત : Covid-19 Infections In China: ચીનમાં ફરી એકવાર કોવિડ-19ના કેસમાં વધારો થવાની ચર્ચા છે. સંક્રમણમાં તાજેતરના ઉછાળાનું કારણ Omicron ના BF.7 પેટા પ્રકારને આભારી છે. જોકે BF.7 અગાઉ પણ હેડલાઈન્સ બનાવી ચૂક્યું છે. BF.7 ઓક્ટોબરમાં એવા વોરિએન્ટને બદલવાનું શરૂ કર્યું હતુ જે તે સમયે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેટલાક યુરોપીયન દેશોમાં પ્રભાવી હતો.
આપણે BF.7 વિશે શું જાણીએ છીએ?
BF.7 વાયરસનું પૂરું નામ BF.7 BA.5.2.1.7 છે. તે BA.5 નું સબ-વોરિએન્ટ છે. વાસ્તવમાં વાઈરસ પોતાની મેળે જુદા જુદા વોરિએન્ટ બનાવતા રહે છે. BA.5 એ COVID-19 વેરિઅન્ટ ઓમિક્રોનનું પેટા-વોરિએન્ટ હતું. આ મહિનાની શરૂઆતમાં ‘સેલ હોસ્ટ એન્ડ માઇક્રોબ’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, BF.7 સબ-વેરિઅન્ટમાં મૂળ D614G વેરિઅન્ટ કરતાં 4.4 ગણું વધારે ન્યુટ્રલાઇઝેશન રેઝિસ્ટન્સ છે. ઉચ્ચ તટસ્થતા પ્રતિરોધક પ્રકારનો અર્થ એ છે કે તે વસ્તીમાં ઝડપથી ફેલાઈ શકે છે અને સરળતાથી નવા પ્રકારો બનાવી શકે છે.
શું BF.7 ભારતમાં પણ આવી ગયું છે?
ઓમિક્રોનના BA.1 અને BA.2 પેટા વેરિયન્ટ આ વર્ષની શરૂઆતમાં આવેલી લહેરમાં જોવા મળ્યા હતા. બાદમાં BA.4 અને BA.5 પણ આવ્યા. જોકે, આ બંનેએ યુરોપિયન દેશોમાં વધુ તબાહી મચાવી હતી. આજ પ્રકારે, ભારતમાં BF.7 ના બહુ ઓછા કેસો જોવા મળ્યા હતા.
ભારતના નેશનલ SARS-CoV-2 જીનોમ સિક્વન્સિંગ નેટવર્કના ડેટા અનુસાર, BA.5 વેરિઅન્ટ નવેમ્બરમાં માત્ર 2.5% કેસ માટે જવાબદાર હતું. હાલમાં રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ XBB ભારતમાં સૌથી સામાન્ય પ્રકાર છે. નવેમ્બરમાં કુલ કેસોમાંથી 65.6% કેસ તેનાથી સંબંધિત હતા.
ચીનમાં શું થઈ રહ્યું છે?
ભારતના કોવિડ-19 જિનોમ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ INSACOGના ભૂતપૂર્વ વડા, ડૉ. અનુરાગ અગ્રવાલ કહે છે, “ચીન ઓમિક્રોન હિટનો સામનો કરી રહ્યું છે જે અન્ય દેશો પહેલેથી સહન કરી ચુક્યા છે. જેમ કે હોંગકોંગે તેના પ્રતિબંધો હળવા કર્યા ત્યારે જોયું હતુ.”
આ પણ વાંચો – માંડવીયા-રાહુલના વિવાદ પહેલા, ભાજપની ટીમે અનેક વખત ગુજરાતમાં કોવિડ સામેની સફળતાનો દાવો કર્યો હતો
ચીનમાં રસીકરણનો દર ઘણો ઊંચો છે. WHO ડેશબોર્ડ અનુસાર, ચીને દર 100 લોકો દીઠ 235.5 ડોઝનો દર રાખ્યો છે. ચીન તેની વસ્તી માટે રસી વિકસાવવા અને સંચાલિત કરવા માટે વિશ્વના સૌથી પહેલા દેશોમાંનો એક હતો. જો કે તે રસીઓ કોરોનાવાયરસના મૂળ સંસ્કરણ માટે વિકસાવવામાં આવી હતી. 2020 ની શરૂઆત બાદથી, વાયરસના ઘણા પ્રકારો અત્યાર સુધી આવ્યા છે.