Shoji Morimoto: જાપાનની રાજધાની ટોક્યોમાં રહેતા એક વ્યક્તિ પાસે કોઇ કામ નથી. તે કશું જ કરતો નથી છતા તેને ઘણા સારા પૈસા મળે છે. તે આ રીતે કશું જ ન કરવાના વ્યવસાયથી ભરપૂર મજા લે છે. આ વ્યક્તિનું નામ શોજી મોરીમોટો (Shoji Morimoto)છે અને તે હાલ જાપાનમાં પોતાની સેવાઓ કલાકોના હિસાબે આપે છે.
મોરીમોટોને મોટાભાગે કામ સોશિયલ મીડિયા દ્વારા મળે છે. ટ્વિટર પર તેના અઢી લાખથી વધારે ફોલોવર્સ છે. શોજી મોરીમોટાને ફક્ત લોકો પાસે બેસવાના પૈસા મળે છે. તેને લોકો પોતાની પાસે બોલાવે છે અને થોડાક સમય સાથે રહેવા માટે કહે છે. તેના બદલે લોકો શોજીને મોટી રકમ આપે છે. એટલે કે કે પોતાનો ‘સાથ’ વેચે છે. કશું નહીં કરવાનો મતલબ એ નથી કે મોરીમોટો પાસે બધું જ કરાવી શકાય.
છેલ્લા ચાર વર્ષોમાં 4000 સેશન કરી ચૂક્યો છે
મોટીમોટોનું કહેવું છે કે હું પોતાને ભાડા પર આપું છું. મારું કામ છે જ્યાં પણ કસ્ટમર જાય તેની સાથે રહેવું અને આ દરમિયાન મારું કોઇ ખાસ કામ રહેતું નથી. છેલ્લા ચાર વર્ષોમાં તે આવા 4000 સેશન કરી ચૂક્યો છે. હાલ 38 વર્ષનો શોજી મોરીમોટો પ્રતિ કલાકના 10 હજાર જાપાની યેન કે 71 ડોલર (લગભગ 5600 રૂપિયા) લે છે. આ એક એવી નોકરી છે જે દરેક વ્યક્તિ કરવા માંગશે. જોકે બધાને આવી ડ્રિમ જોબ મળી શકતી નથી.
શોજી એક દિવસમાં બે ગ્રાહકોને સેવા આપે છે
સાથે બેસવાનો વ્યવસાય મોરીમોટોની આવકનો એકમાત્ર સ્ત્રોત છે. જેની સાથે તે પોતાની પત્ની અને બાળકોનું ભરણપોષણ કરે છે. જોકે તેણે ખુલાસો નથી કર્ચો કે તે કેટલું કમાય છે. તે એક દિવસમાં એક કે બે ગ્રાહકો સાથે રહે છે. મહામારી પહેલા તે એક દિવસમાં ત્રણ કે ચાર લોકો સાથે રહેતો હતો.
દુબળો-પાતળો અને એવરેજ લુક વાળા મોરીમોટોના દેશભરમાં ઘણા પ્રશંસક છે. તેમાંથી ઘણા કસ્ટમર એવા છે જે વારે ઘડીએ બોલાવે છે જેમાંથી એકે તેને 270 વખત કામ પર રાખ્યો હતો. હાલ શોજી પોતાના કામથી ઘણો ખુશ છે અને તેના કસ્ટમર પણ ખુશ છે.