scorecardresearch
Premium

માલદીવને ભારે ન પડી જાય ભારત સાથે પંગો લેવાનુ, રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

Maldives India Conflict : માલદીવ ભારત સંઘર્ષ વચ્ચે માલદીવમાં કટોકટી જેવી સ્થિતિ, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (President Mohammad Muizu) સામે અવિશ્વાસની દરખાસ્ત (confidence motion).

Maldives India Conflict
માલદીવ ભારત વિવાદ

લક્ષદ્વીપને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવી માલદીવને ભારે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. ભારતના આકરા વિરોધને પગલે માલદીવે તેના ત્રણ મંત્રીઓ માલશા શરીફ, મરિયમ શિઉના અને અબ્દુલ્લા મહજૂમ મજીદને સસ્પેન્ડ કરી દીધા છે. આ પછી પણ આ વિવાદ અટક્યો નથી. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના જ ઘરમાં ઘેરાયેલા જોવા મળે છે. તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માલદીવની ડેમોક્રેટિક પાર્ટીના નેતાએ આ માંગણી કરી છે. ભારત આ મામલાને લઈને કેટલું ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વિદેશ મંત્રાલયે માલદીવના હાઈ કમિશનરને બોલાવીને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું છે.

મુઇઝ્ઝુ સામે અવિશ્વાસની દરખાસ્તની તૈયારી

માલદીવના લઘુમતી નેતા અલી અઝીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મુઈઝુને હટાવવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, અમે ડેમોક્રેટ દેશની વિદેશ નીતિની સ્થિરતા જાળવવા અને કોઈપણ પડોશી દેશને અલગ થવાથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. શું તમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને સત્તા પરથી હટાવવા માંગો છો? શું MDP અવિશ્વાસ પ્રસ્તાવમાં મતદાન કરવા તૈયાર છે? આ પહેલા માલદીવના પૂર્વ ડેપ્યુટી સ્પીકર ઈવા અબ્દુલ્લાએ પીએમ મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણીને પણ શરમજનક ગણાવી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, જે પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે તેના કારણે ભારતીયોનો ગુસ્સો વ્યાજબી છે.

માલદીવને મોટો ફટકો પડી શકે છે

વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે માલદીવને મોટો ફટકો પડ્યો છે. ભારતીય પ્રવાસીઓ માલદીવ માટે તેમના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે. જેની અસર માલદીવના પ્રવાસન ક્ષેત્ર પર પડી રહી છે. ત્યાંનું પ્રવાસન સંગઠન પણ આ બાબતને લઈને ખૂબ નારાજ હોવાનું કહેવાય છે. માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી (MATI) એ એક નિવેદન જાહેર કરીને વિવાદાસ્પદ ટિપ્પણીની માત્ર નિંદા કરી નથી પરંતુ તેના માટે માફી પણ માંગી છે.

આ પણ વાંચોLakshadweep vs Maldives Tour Plan : લક્ષદ્વીપ vs માલદીવ ટૂર પ્લાન – ક્યાં જવું સસ્તુ? જાણો હોટલથી લઈ ફ્લાઈટની તમામ ડિટેલ્સ

માલદીવ ટૂરિઝમ એસોસિએશનનું કહેવું છે કે, ભારત અમારો નજીકનો પાડોશી અને સાથી છે. ઈતિહાસમાં જ્યારે પણ આપણો દેશ કટોકટીથી ઘેરાયેલો હતો, ત્યારે પ્રથમ પ્રતિક્રિયા ભારત તરફથી આવી છે. આનાથી કોવિડ-19 પછી તેના પ્રવાસન ક્ષેત્રને પુનઃપ્રાપ્ત કરવામાં ઘણી મદદ મળી છે.

Web Title: Maldives india conflict emergency confidence motion president mohammad muizu pm narendra modi lakshadweep jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×