scorecardresearch
Premium

Israel Hamas War : ગાઝામાં 4 દિવસના યુદ્ધવિરામને મંજૂરી, 50 બંધકોને મુક્ત કરવા અંગે ઇઝરાયેલનો મોટો નિર્ણય

ઇઝરાયેલી કેબિનેટે હમાસ સાથેના યુદ્ધવિરામને મંજૂરી આપી હતી. જેમાં આતંકવાદીઓ દ્વારા રાખવામાં આવેલા લગભગ 50 બંધકોની મુક્તિનો સમાવેશ થાય છે. જો કે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનું કહેવું છે કે યુદ્ધવિરામ બાદ હમાસ વિરુદ્ધ યુદ્ધ અટકશે નહીં.

israel hamas war | Al Shifa Hospital
ઈઝરાયલે અલ-શિફા હોસ્પિટલને એક કલાકમાં ખાલી કરવા કહ્યું?

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની કેબિનેટે હમાસ સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી દીધી છે. ઇઝરાયેલી કેબિનેટે હમાસ સાથેના યુદ્ધવિરામને મંજૂરી આપી હતી. જેમાં આતંકવાદીઓ દ્વારા રાખવામાં આવેલા લગભગ 50 બંધકોની મુક્તિનો સમાવેશ થાય છે. જો કે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનું કહેવું છે કે યુદ્ધવિરામ બાદ હમાસ વિરુદ્ધ યુદ્ધ અટકશે નહીં.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે ઇઝરાયેલની સરકારે ગાઝામાં બંધક તરીકે રાખવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે પેલેસ્ટિનિયન હમાસના આતંકવાદીઓ સાથેના સોદાને સમર્થન આપવા માટે મત આપ્યો હતો.

ઇઝરાયલ સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદન પ્રમાણે આગામી ચાર દિવસોમાં હમાસ આ બંધકોને મૂક્ત કરશે. આ દરમિયાન ઇઝરાયલ તરફથી હુમલો સંપૂર્ણ પણે બંધ રહેશે. રિપોર્ટ અનુસાર હમાસ જે બંધકોને મૂક્ત કરશે તેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. આ બંધકોને 10થી 12ના ગ્રૂપમાં મૂક્ત કરવામાં આવશે. જે લોકોને મૂક્ત કરવામાં આવનારા છે તેમાં 30 બાળકો અને 20 મહિલાઓનો સમાવેશ થાય છે.

Web Title: Israeli cabinet approves cease fire with hamas that includes release of 50 hostages held by militants jsart import ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×