scorecardresearch
Premium

Israel Hamas war: ટોટલ બ્લોકેડ એટલે શું? હમાસ વિરુદ્ધ ગાઝા પટ્ટીમાં આ રણનીતિ લાગુ કરી શકે છે ઈઝરાયેલની સેના, જાણો તેનો મુખ્ય હેતુ

Israel Total Blockade In Gaza Strip : ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ છેડાઇ ગયું છે. હમાસને હરાવવા માટે ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં હવે ટોટલ બ્લોકેડ રણનીતિ અપનાવી શકે છે. જાણો આ સૈન્ય રણનીતિ કેવી રીતે લાગુ કરાય છે

Israel | Plastine| hammas | Israel Plestine Hammas Conflict | Israel Hammas Conflict | Israel Total Blockade | Gaza Strip
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ છેડાઇ ગયું છે. (Photo- @jannataminkhan)

Israel Can Implement Total Blockade Strategy In Gaza Strip Against Hamas : ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાઇ ગયુ છે. બંને દેશો સામસામે હુમલા કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. બંને દેશો વચ્ચેનોવિવાદ ઘણો જૂનો છે પરંતુ આ વખતે હમાસે 5000 રોકેટ હુમલા કર્યા બાદ ઈઝરાયલ કાંપી ઉઠ્યું છે. હાલના અહેવાલ મુજબ ઈઝરાયલે સોમવારે કહ્યુ કે, તે હુમલાના વળતા જવાબમાં ગાઝા પટ્ટી પર ટોટલ બ્લોકેટ (Total Blockade) એટલે કે સંપૂર્ણ નાકાબંધી કરવાની યોજના બનાવી રહ્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે આ વિસ્તારમાં વીજળી, ભોજન અન્ય જરૂરિયાતોનો સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દેશે.

ટોટલ બ્લોકેડ એટલે શું? (What Is a Total Blockade?)

નાકાબંધી એટલે કે ટોટલ બ્લોકેટ એક સૈન્ય રણનીતિ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે દરિયાઈ માર્ગ અને અન્ય માર્ગો કે જેના દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર થાય છે તેને સંપૂર્ણપણે અવરોધિત કરવા માટે વપરાય છે. આ સમયગાળા દરમિયાન, સામાન્ય લોકો કોઈપણ સંજોગોમાં એક દેશથી બીજા દેશમાં જઈ શકતા નથી. નાકાબંધી, સામાન્ય રીતે નૌકાદળની કામગીરી સાથે સંકળાયેલી, જમીન અથવા હવા માર્ગમાં પણ લાગુ કરી શકાય છે.

નાકાબંધીની વિવિધ પદ્ધતિઓ (Types of Total Blockade)

નૌસેના નાકાબંધી (Naval Blockade)

નાકાબંધીનું સૌથી સામાન્ય સ્વરૂપ નૌસેના નાકાબંધી છે. આમાં, દુશ્મન જહાજોને પસાર થતા અટકાવવા માટે નૌકાદળના જહાજો મુખ્ય દરિયાઈ ચોકીઓ, બંદરો અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરાય છે. આમાં, કોઈપણ શંકાસ્પદ વસ્તુને દેખાતાની સાથે જ તેને નષ્ટ કરવાની સ્વતંત્રતા મળે છે.

Israel Palestine Conflict | Hamas attack on Israel | Israel Palestine War | Israel | Palestine | Hamas
ઈઝરાયેલ પર હમસાના કરેલા હુમલામાં મોટી સંખ્યામાં જાન-માલને નુકસાન પહોંચ્યુ છે.

જમીન નાકાબંધી (Land Blockade)

ચોક્કસ જમીન વિસ્તાર અને સરહદ પર દુશ્મન સૈન્ય દળની હિલચાલને રોકવા માટે સૈનિકો, કિલ્લેબંધી અથવા અવરોધોનો ઉપયોગ. તેને ભૂમિ નાકાબંધી (Land Blockade) કહેવામાં આવે છે.

હવાઈ નાકાબંધી (Aerial (Land Blockade)

હવાઇ નાકાબંધી સામાન્ય રીતે બહુ ઓછા પ્રમાણમાં થાય છે પરંતુ દુશ્મન વિમાનની હિલચાલને રોકવા અથવા ચોક્કસ હવાઇસીમામાં આવતા રોકવા માટે એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

આર્થિક નાકાબંધી (Economic Blockade)

ઇકોનોમીક બ્લોકેડ એ નાકાબંધીનું બિન-લશ્કરી સ્વરૂપ છે જ્યાં આર્થિક પ્રતિબંધો, વેપાર પ્રતિબંધો અથવા અન્ય પ્રતિબંધો રાષ્ટ્રને આર્થિક રીતે નબળો પાડવા અને દબાણ હેઠળ લાવવા માટે લાદવામાં આવે છે.

Web Title: Israel palestine conflict hamas total blockade strategy gaza strip as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×