scorecardresearch
Premium

ડ્રગ્સનો હેવી ડોઝ લીધા બાદ હમાસે ઈઝરાયેલ પર કર્યો હતો હુમલો, ખિસ્સામાંથી નશીલી દવાઓ મળી

Israel Hamas War : મોટી વાત એ છે કે આ ગોળીઓ લીધા પછી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વ્યક્તિનો ડર પણ ઓછો થઈ જાય છે

Israel Hamas war | Israel | Hamas
ઇઝરાયેલ હમાસ યુદ્ધ (સ્ક્રિનગ્રેબ)

Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધને હવે ઘણા દિવસો થઇ ગયા છે. જમીન પર સ્થિતિ હજુ પણ વિસ્ફોટક છે. રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હમાસની પોલ ખુલતી જઇ થઈ રહ્યો છે. હવે અન્ય એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હમાસના લડવૈયાઓ ડ્રગ્સના વ્યસની છે. 7 ઓક્ટોબરે જ્યારે ઈઝરાયેલ પર તેમના તરફથી હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ બધા નશાની હાલતમાં હતા.

શું છે ગોળીઓ, શું કરે છે કામ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હુમલાના દિવસે મૃત્યુ પામેલા હમાસ લડવૈયાઓના ખિસ્સામાંથી કેપ્ટાગન ગોળીઓ મળી આવી હતી. સાદી ભાષામાં તેને ગરીબોનું કોકેન પણ કહી શકાય, એટલે કે નશાની હાલતમાં હમાસે આ હુમલો કર્યો. મોટી વાત એ છે કે આ ગોળીઓ લીધા પછી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વ્યક્તિનો ડર પણ ઓછો થઈ જાય છે.

આ પણ વાંચો – અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું, હમાસ અને પુતિન પાડોશી દેશોમાં લોકશાહીનો અંત લાવવા માંગે છે

ISISના આતંકવાદીઓ પણ આ ગોળીઓ ખાતા હતા

આશ્ચર્યની વાત એ છે કે થોડા વર્ષો પહેલા સુધી, ISISના આતંકવાદીઓ પણ આ જ ગોળીઓ ખાતા હતા જે હમાસના લડવૈયાઓ ખાતા હતા. ગાઝા આ દવાઓનું સૌથી મોટું બજાર છે અને યુવાનોમાં તેનો વપરાશ ઝડપથી વધ્યો છે. આ દવા એટલી સસ્તી છે કે કોઈપણ તેને આરામથી ખરીદી શકે છે. આ દવા મધ્ય પૂર્વના ઘણા દેશોમાં પહોંચી ગઈ છે અને તેનો સૌથી વધુ ઉપયોગ યુદ્ધ વિસ્તારોમાં થઈ રહ્યો છે.

આ યુદ્ધની વાત કરીએ તો 7 ઓક્ટોબરે હમાસે સૌથી પહેલા ઈઝરાયેલના નાગરિકોને માર્યા હતા. ઘણા લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું, સેનાના જવાનો પણ આમાં સામેલ હતા. તે હુમલા પછી ઈઝરાયેલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી અને થોડી જ વારમાં ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું. અત્યારે આ યુદ્ધમાં બંને પક્ષો તરફથી ઘણું નુકસાન થયું છે, હજારો લોકો માર્યા ગયા છે અને દરેક પસાર થતા દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

Web Title: Israel hamas war hamas terrorists captagon drug dose jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×