scorecardresearch
Premium

israel hamas war : ઈઝરાયેલને મળી પહેલી મોટી સફળતા, IDFએ આતંકવાદી સંગઠન હમાસના નેવલ ચીફને ઝડપી લીધો

israel hamas palestine war : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલના સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. ઇઝરાયેલના સુરક્ષા દળોએ હમાસના નૌકાદળના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને પકડી લીધો છે.

israel hamas palestine war
ઈઝરાયલ હમાસ યુદ્ધ (ફોટો – સોશિયલ મીડિયા – ટ્વીટર)

israel hamas war : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલના સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. હવે ઈઝરાયેલને પહેલી મોટી સફળતા મળી છે. ઇઝરાયેલના સુરક્ષા દળોએ હમાસના નૌકાદળના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને પકડી લીધો છે. સુરક્ષા દળો તેને પોતાની સાથે લઈ ગયા છે. મોહમ્મદ અબુ અલીની બ્રિગેડે જ ઈઝરાયેલના સંગીત સમારોહ પર હુમલો કર્યો હતો.

ઈઝરાયેલ દરેક ઈમારતને નિશાન બનાવી રહ્યું છે, જ્યાં હમાસની ઓફિસ છે. ઈઝરાયેલની વાયુસેનાએ તે ઈમારત પર પણ બોમ્બમારો કર્યો હતો, જ્યાં આતંકી સંગઠન હમાસનો ટોચનો કમાન્ડર લડવૈયાઓને સૂચના આપી રહ્યો હતો. ઇઝરાયેલે હમાસ કમાન્ડર મોહમ્મદ કાસ્તાની ઓફિસ પર પણ બોમ્બમારો કર્યો હતો અને ત્યાં હાજર આતંકીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા.

ઇઝરાયેલી-પેલેસ્ટિનિયન લડાઈ ગાઝા નજીક 7-8 પોઈન્ટ પર ચાલુ છે, પ્રારંભિક હમાસ હુમલાના 24 કલાકથી વધુ, ઇઝરાયેલી લશ્કરી પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું. બંને પક્ષોના 1,100 થી વધુ લોકો માર્યા ગયા. ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું કે, નાગરિકો અને સૈનિકો સહિત લગભગ 130 ઇઝરાયેલી બંધકોને પડોશી ગાઝા લઇ જવામાં આવ્યા છે.

ઇઝરાયેલની વાયુસેનાએ કહ્યું છે કે, જબાલિયા વિસ્તારમાં હમાસની એક ઓપરેશનલ બિલ્ડિંગ જે મસ્જિદની વચ્ચે હતી તેને પણ ઉડાવી દેવામાં આવી હતી. હમાસના ગુપ્તચર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય ઇમારતને પણ ઇઝરાયેલની વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવી હતી.

નેપાળના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા દેશના દક્ષિણ વિસ્તારમાં રોકેટ હુમલાઓ કર્યા પછી ઇઝરાયેલમાં દસ નેપાળી વિદ્યાર્થીઓ માર્યા ગયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝા પટ્ટી નજીક કિબુત્ઝ અલુમિમમાં ખેતરમાં કામ કરતા 17 નેપાળી નાગરિકોમાંથી બે બચી ગયા હતા, ચાર ઘાયલ થયા હતા અને એક હજુ પણ ગુમ હતો.

આ પણ વાંચોToday News Live Updates, 9 october 2023 : ઇઝરાઇલને સેન્યની મદદ આપી રહ્યું છે અમેરિકા, હમાસના અનેક ઠેકાણાને કર્યા તબાહ

જેરુસલેમમાં નેપાળના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને હમાસે જ્યાં હુમલો કર્યો તે સ્થળેથી દસ નેપાળી નાગરિકોના દુ:ખદ મૃત્યુની માહિતી મળી છે. એક ગુમ થયેલા વિદ્યાર્થીની શોધ કરવામાં આવી રહી છે. ઓળખ પૂર્ણ થયા બાદ મૃતદેહોને બહાર લાવવામાં આવશે.”

Web Title: Israel hamas palestine war naval chief of terrorist organization arrested jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×