scorecardresearch
Premium

1300 ડિગ્રી તાપમાન, ઓક્સિજનને શોષીને હાડકાં ઓગાળી નાખે છે, શું છે ફોસ્ફરસ બોમ્બ? ઈઝરાયેલ પર લાગ્યો છે ઉપયોગ કરવાનો આરોપ

Phosphorus Bomb : ઈઝરાયેલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ પર આરોપ લગાવતા પેલેસ્ટાઈને કહ્યું કે ઈઝરાયેલની સેના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સફેદ ફોસ્ફરસ બોમ્બ ફેંકી રહી છે

Israel Palestine conflict | Israel | Palestine
ઈઝરાયેલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે (તસવીર – સ્ક્રીનગ્રેબ)

Israel Palestine conflict : ઈઝરાયેલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સૌ પહેલા હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 900થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. જે પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી અને આતંકી સંગઠન હમાસના 1500 આતંકીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન પેલેસ્ટાઈને ઈઝરાયેલ પર મોટો આરોપ લગાવ્યો છે. ઈઝરાયેલ પર આરોપ લગાવતા પેલેસ્ટાઈને કહ્યું કે ઈઝરાયેલની સેના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સફેદ ફોસ્ફરસ બોમ્બ ફેંકી રહી છે.

સફેદ ફોસ્ફરસ બોમ્બ સફેદ ફોસ્ફરસ અને રબરનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે. ફોસ્ફરસ પીળો અથવા રંગહીન હોય છે અને સડેલા લસણ જેવી તીવ્ર ગંધ ધરાવે છે. તેની વિશેષતા એ છે કે તે ઓક્સિજનના સંપર્કમાં આવતા જ આગ પકડી લે છે અને પછી તેને પાણીથી પણ ઓલવી શકાતું નથી. ફોસ્ફરસ ઓક્સિજન માટે રેડિયોએક્ટિવનું કામ કરે છે, તેથી જ્યાં પણ તે પડે છે ત્યાં તે તમામ ઓક્સિજનને શોષી લે છે.

આવી સ્થિતિમાં જે લોકો સફેદ ફોસ્ફરસના સંપર્કમાં આવે છે તેઓ બળતા નથી પરંતુ ગૂંગળામણને કારણે મૃત્યુ પામે છે. સફેદ ફોસ્ફરસ ત્યાં સુધી સળગે છે જ્યાં સુધી તે સંપૂર્ણપણે ખલાસ ન થઈ જાય. તેને પાણી નાખીને પણ ઓલવી શકાતું નથી.

આ પણ વાંચો – ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ : શા માટે હમાસ અને હિઝબુલ્લાહે ‘સામાન્યકરણ’નો મુદ્દો ઉઠાવ્યો

સફેદ ફોસ્ફરસ બોમ્બ 1300 ડિગ્રી સેલ્સિયસ સુધી બળી શકે છે, તેથી તે આગ કરતાં વધુ બળે છે. આ કારણથી તેના સંપર્કમાં આવતા લોકોના હાડકા પણ પીગળી જાય છે. આ સિવાય જે લોકો તેના સંપર્કમાં આવ્યા પછી બચી જાય છે, તેમનું જીવન નકામું બની જાય છે કારણ કે તેઓ ગંભીર ચેપી રોગોથી પીડાતા રહે છે. સફેદ ફોસ્ફરસના સંપર્કમાં આવેલી વ્યક્તિની ઉંમર પોતાની રીતે જ ઓછી થઇ જાય છે કારણ કે આ ત્વચામાંથી અને લોહીમાં ભળી જાય છે.

સફેદ ફોસ્ફરસના સંપર્કમાં આવવાથી હૃદય, લીવર અને કિડનીને નુકસાન થાય છે અને તે મલ્ટી-ઓર્ગન ફેલ્યોર પણ થઈ શકે છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સફેદ ફોસ્ફરસ બોમ્બનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકી સેનાએ જર્મનો સામે સફેદ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યો. અમેરિકા ઉપર જર્મની પર દબાણ લાવવા ઇરાદાપૂર્વક રહેણાંક વિસ્તારોમાં સફેદ ફોસ્ફરસથી બોમ્બમારો કરવાનો પણ આરોપ હતો.

Web Title: Israel hamas conflict israel accused of using phosphorus bomb in gaza jsart import ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×