scorecardresearch
Premium

હિજાબ વિરોધી પ્રોટેસ્ટ વચ્ચે ઇરાનની સૌથી કુખ્યાત એવિન જેલમાં ગોળીબારી, આગ, ઘણા રાજનીતિક કેદી છે બંધ

Iran Protest: ઉત્તરી તેહરાન સ્થિતિ સૌથી કુખ્યાત એવિન જેલ રાજનીતિક કેદીયો, વિદેશી બંદીયો સાથે દુર્વ્યવહાર માટે બદનામ છે

ઇરાનની જેલમાં ગોળીબારી, ગોળીબારી,  આઠ ઇજાગ્રસ્ત(Photo Credit– Twitter/@1500tasvir)
ઇરાનની જેલમાં ગોળીબારી, ગોળીબારી, આઠ ઇજાગ્રસ્ત(Photo Credit– Twitter/@1500tasvir)

ઇરાનમાં હિજાબ વિરોધી પ્રોટેસ્ટ વચ્ચે તેહરાનની કુખ્યાત એવિન જેલમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનાના સામે આવેલા ઘણા વીડિયોમાં ગોળીઓનો અવાજ પણ સાંભળવા મળે છે. તમને જણાવી દઈએ કે 16 સપ્ટેમ્બરે 22 વર્ષીય મહસા અમિનીનું જેલમાં મોત થયા પછી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનને પાંચ સપ્તાહ થવા આવ્યા છે.

ઉત્તરી તેહરાન સ્થિતિ સૌથી કુખ્યાત એવિન જેલ રાજનીતિક કેદીયો, વિદેશી બંદીયો સાથે દુર્વ્યવહાર માટે બદનામ છે. અમિનીના મોત પછી થયેલા પ્રદર્શનો દરમિયાન અટકાયત કરાયેલા સેકડો લોકોને કથિત રીતે આ એવિન જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

હ્યુમન રાઇટ્સે શેર કર્યો વીડિયો

ઓસ્લો સ્થિત ઇરાન હ્યુમન રાઇટ્સ દ્વારા ટ્વિટર પર શેર કરાયેલા વીડિયો ફૂટેજમાં ગોળીઓનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. સાથે રાત્રે આકાશમાં આગની લપેટો અને ધુમાડા જોવા મળે છે. ઇરાનમાં વિરોધ પ્રદર્શન અને પોલીસ ઉલ્લંઘન પર નજર રાખનાર ટ્વિટર હેન્ડલ 1500tasvir એ પણ ઘણા વીડિયો શેર કર્યા છે.

https://twitter.com/1500tasvir_en/status/1581347267331907584?

ગોળીબારી અને આગમાં આઠ ઇજાગ્રસ્ત

ઇરાની રાજ્ય મીડિયાના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીનો હવાલો આપતા કહ્યું કે જેલમાં શનિવારે રાત્રે ઝડપ થઇ હતી. જેમાં દંગાઇયોએ આગ લગાવી દીધી હતી. આઈઆરએનએ સમાચાર એજન્સીએ ઓછામાં ઓછા આઠ ઇજાગ્રસ્તનો રિપોર્ટ કરતા કહ્યું કે વર્તમાનમાં સ્થિતિ પુરી રીતે નિયંત્રણમાં છે.

ફિલ્મ નિર્માતા, રાજનેતા પણ એવિનમાં છે બંધ

ઇરાનની આ કુખ્યાત જેલમાં બંધ અમેરિકી નાગરિક અને મોટા વેપારી ઇમાદ શાર્ગી સિવાય પુરસ્કાર વિજેતા ઇરાની ફિલ્મ નિર્માતા જફર પાનાહી, રિફોર્મિસ્ટ રાજનેતા મુસ્તફા તાજજાદેહનું નામ સામેલ છે. ઇરાનમાં રસ્તા પર વિરોધ પ્રદર્શનની વર્તમાન સ્થિતિમાં યુવા મહિલાઓ સૌથી આગળ છે.

Web Title: Iran most infamous evin prison gunshots and fire amid anti hijab protests

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×