scorecardresearch
Premium

PM Narendra Modi US Visit : પીએમ નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા, એરપોર્ટ મળ્યું ગાર્ડ ઓફ ઓનર

PM Narendra Modi US Visit : ન્યૂયોર્કમાં પીએમ મોદીએ કહ્યું કે યોગ ભારતથી આવ્યા છે અને આ ઘણી જૂની પરંપરા છે. યોગ કોપીરાઇટ, પેટેન્ટ અને રોયલ્ટથી મુક્ત છે. યોગ તમારી ઉંમર અને ફિટનેસ સ્તરને અનુકુળ છે

International Yoga Day 2023 | International Yoga Day 2023 Wishes | Yoga Day Photos
વિશ્વ યોગ દિવસે વડાપ્રધાન મોદીએ યુએન મુખ્યાલયમાં યોગ કર્યા હતા (તસવીર – પીએમ નરેન્દ્ર મોદી ટ્વિટર)

PM Narendra Modi US Visit : વિશ્વયોગ દિવસ 2023ની દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ભારતમાં યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત નથી. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. જ્યા તેમણે યુએન મુખ્યાલયમાં યોગ કર્યા હતા. યુએનમાં યોગ દિવસ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમને બધાને જોઈને પ્રશન્ન છું અને અહીં આવવા પર બધાનો આભાર માનું છું. મને કહેવામાં આવ્યું છે કે આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનો પ્રતિનિધિત્વ છે. યોગનો અર્થ છે જોડવું જેથી બધા એક સાથે આવી રહ્યા છો.

ન્યૂયોર્કમાં પીએમ મોદીએ કહ્યું કે યોગ ભારતથી આવ્યા છે અને આ ઘણી જૂની પરંપરા છે. યોગ કોપીરાઇટ, પેટેન્ટ અને રોયલ્ટથી મુક્ત છે. યોગ તમારી ઉંમર અને ફિટનેસ સ્તરને અનુકુળ છે. યોગ પોર્ટેબલ છે અને વાસ્તવમાં સાર્વભૌમિક છે.

પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષે આખી દુનિયાએ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષના રૂપમાં મનાવવાના ભારતના પ્રસ્તાવના સમર્થન કરવા માટે એક સાથે આવી હતી. પુરી દુનિયા યોગ માટે ફરીથી સાથે આવતી જોવી અદભૂત છે.

આ પહેલા વીડિયો સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યોગ કરવાના આનંદ પણ યાદગાર રહે છે. પરંતુ આ વખતે વિભિન્ન જવાબદારીઓના કારણે હું અમેરિકામાં છું. હું તમારી સાથે યોગ નથી કરી રહ્યો પરંતુ યોગ કરવાના અભ્યાસથી ભાગી રહ્યો નથી. યોગ દિવસના અવસર પર 180 દેશો સાથે હોવા પોતાનામાં જ ઐતિહાસિક છે.

આ પણ વાંચોઃ- International Yoga day live| સુરતમાં રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યા યોગ, અમદાવાદ રિવરફ્રન્ટ પર ઉજવણી

વિશ્વ યોગ દિવસના વધુ સમાચાર, ફોટો, વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમમાં ઓશન રિંગ ઓફ યોગે વધારે ખાસ બનાવી દીધો છે. આર્કટિકથી લઇને એન્ટાર્કટિકા સુધી, યોગ દિવસ સાથે જોડાઇ રહ્યા છે. યોગ દિવસના અવસર પર કરોડો લોકોનું આટલું સહજ રૂપથી સામેલ થવું યોગના પ્રસારને સાબિત કરે છે. યોગ આજે વૈશ્વિક આંદોલન બની ગયો છે.

Live Updates
23:34 (IST) 21 Jun 2023
પીએમ નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા

22:14 (IST) 21 Jun 2023
પીએમ નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસી માટે રવાના

21:34 (IST) 21 Jun 2023
વોશિંગ્ટન ડીસીમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા ઉત્સાહિત ભારતીયો

20:55 (IST) 21 Jun 2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક માટે સમર્થકો ઉત્સાહિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસી જવા રવાના થતાં પહેલા ન્યૂયોર્કની હોટલની બહાર લોકોને મળ્યા હતા

19:54 (IST) 21 Jun 2023
પીએમ મોદીના નેતૃત્વનાં બન્યો ગિનીજ વર્લ્ડ રેકોર્ડ

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ દિવસ કાર્યક્રમમાં ગિનીજ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ કાર્યક્રમમાં દુનિયાના સૌથી વધારે નાગરિકતાઓના લોકો સામેલ થયા હતા.

18:57 (IST) 21 Jun 2023
યુએન મુખ્યાલયમાં યોગ કરતા પીએમ નરેન્દ્ર મોદી

18:44 (IST) 21 Jun 2023
ન્યૂયોર્કમાં પીએમ નરેન્દ્ર મોદી યોગ કરી રહ્યા છે

18:43 (IST) 21 Jun 2023
દુનિયાને યોગ માટે ફરીથી સાથે આવતી જોવી અદભૂત છે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષે આખી દુનિયાએ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષના રૂપમાં મનાવવાના ભારતના પ્રસ્તાવના સમર્થન કરવા માટે એક સાથે આવી હતી. પુરી દુનિયા યોગ માટે ફરીથી સાથે આવતી જોવી અદભૂત છે.

18:38 (IST) 21 Jun 2023
યોગ કોપીરાઇટ, પેટેન્ટ અને રોયલ્ટથી મુક્ત છે – પીએમ નરેન્દ્ર મોદી

ન્યૂયોર્કમાં પીએમ મોદીએ કહ્યું કે યોગ ભારતથી આવ્યા છે અને આ ઘણી જૂની પરંપરા છે. યોગ કોપીરાઇટ, પેટેન્ટ અને રોયલ્ટથી મુક્ત છે. યોગ તમારી ઉંમર અને ફિટનેસ સ્તરને અનુકુળ છે. યોગ પોર્ટેબલ છે અને વાસ્તવમાં સાર્વભૌમિક છે.

18:31 (IST) 21 Jun 2023
યોગનો અર્થ છે જોડવું જેથી બધા એક સાથે આવી રહ્યા છો – પીએમ મોદી

યુએનમાં યોગ દિવસ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમને બધાને જોઈને પ્રશન્ન છું અને અહીં આવવા પર બધાનો આભાર માનું છું. મને કહેવામાં આવ્યું છે કે આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનો પ્રતિનિધિત્વ છે. યોગનો અર્થ છે જોડવું જેથી બધા એક સાથે આવી રહ્યા છો.

18:27 (IST) 21 Jun 2023
યુએનજીએ અધ્યક્ષ સાબા કોરોસીએ કહ્યું – હું યોગ પ્રશંસક છું

યુએનજીએ અધ્યક્ષ સાબા કોરોસીએ કહ્યું કે યોગ આપણા શારીરિક પ્રદર્શનને બદલી દેશે પણ આ આપણા અંદર અલગ માનસિક અને બૌદ્ધિક પ્રદર્શનને જગાવી શકે છે. હું યોગ પ્રશંસક છું. આપણી દુનિયાને સંતુલન અને આત્મ નિયંત્રણની જરુર છે. યોગ તેને મેળવવા માટેની રીતમાંથી એક છે.

18:20 (IST) 21 Jun 2023
આજનો ઉત્સવ ઘણો ખાસ – રુચિરા કાંબોજ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત રુચિરા કાંબોજે કહ્યું કે આજનો ઉત્સવ વાસ્તવમાં ઘણો ખાસ છે કારણ કે પીએમ નરેન્દ્ર મોદી અહીં યોગ કરવામાં આપણું નેતૃત્વ કરશે. તેમના નેતૃત્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.

18:01 (IST) 21 Jun 2023
પીએમ નરેન્દ્ર મોદી યોગ કરવા માટે યુએન મુખ્યાલય પહોંચ્યા

17:44 (IST) 21 Jun 2023
અભિનેતા રિચર્ડ ગેરે યુએન મુખ્યાલય પહોંચ્યા

17:27 (IST) 21 Jun 2023
પીએમ નરેન્દ્ર મોદી સાથે કોણ-કોણ કરશે યોગ

પીએમ નરેન્દ્ર મોદી સાથે યોગ કરનારમાં 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ સિસાબા કોરોસી, અભિનેતા રિચર્ડ ગેરે, ન્યૂયોર્ક શહેરના મેયર અરિક એડમ્સ, ભારતીય શેફ અને રેસ્ટોરન્ટ વિકાસ ખન્ના અને ગ્રેમી પુરસ્કાર વિજેતા રિકી કેજના નામ સામેલ છે.

17:13 (IST) 21 Jun 2023
યુએન મુખ્યાલયની બહાર લોકોની ભીડ

પીએમ નરેન્દ્ર મોદીના યોગના કાર્યક્રમમાં હાજર રહેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે

17:09 (IST) 21 Jun 2023
પીએમ નરેન્દ્ર મોદી યૂએન મુખ્યાલયમાં યોગ કરશે

વિશ્વયોગ દિવસ 2023ની દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ભારતમાં યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત નથી. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. જ્યા તે યૂએન મુખ્યાલયમાં યોગ કરશે. તેમણે દેશવાસીઓને એક વીડિયો સંદેશ થકી શુભેચ્છાઓ પાઠવી છે.

Web Title: International yoga day 2023 live blog pm modi from un wishes images messages greetings quotes in gujarati

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×