ઇરાનથી લઇને ભારત અને ચીન સુધી અફરાતફરી મચાવનાર ઇરાનનું વિમાન W581 આખરે પોતાના નિશ્ચિત સ્થળ ગ્વાંગઝુમાં સુરક્ષિત લેન્ડ કરવા સફળ રહ્યું છે. આ સાથે ઇરાન, ભારત, પાકિસ્તાન અને ચીનની સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ઇરાનના મહાન એયરે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે વિમાન નિયત સમય પર ગ્વાંગઝુ પહોંચી ગયું છે.
તેહરાનથી ચીન જઈ રહ્યું હતું વિમાન
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું કે ઇરાનના તેહરાનથી ચીનના ગ્વાંગઝુના રસ્તે જતા મહાન એયરે દિલ્હી એરપોર્ટના ATCનો સંપર્ક કર્યો હતો અને દિલ્હીમાં તત્કાલ લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે કથિત રીતે પાયલટે વિમાનને જયપુર તરફ મોડવાનો ઇન્કાર કર્યો તો ઇન્ડિયન એરફોર્સે એક્ટિવ થવું પડ્યું હતું.
આ પણ વાંચો – કિમ જોંગ ઉનને સતાવી રહ્યો છે હત્યાનો ડર? બનાવવામાં આવી રહી છે 8 નવી લક્ઝરી હવેલી
Delhi ATC પાસે પાયલટે માંગી હતી મદદ
રિપોર્ટ્સ પ્રમાણે ઇરાની વિમાન ચીન તરફ જઈ રહ્યું હતું અને જ્યારે તે ભારતીય હવાઇ ક્ષેત્રમાં આવ્યું તો વિમાનના પાયલટે એયર ટ્રાફિક કંટ્રોલની દિલ્હી યૂનિટથી એલર્ટ શેર કરીને મદદ માંગી હતી. જે પછી પંજાબ અને જોધપુર એરબેઝથી ભારતીય વાયુસેનાના સુખોઇ 30 MKI જેટ ફાઇટર પ્લેનને વિમાન પાછળ લગાવવામાં આવ્યું હતું.
Filghtradar24 ના ડેટામાં જોવા મળી વિમાનની સ્થિતિ
દુનિયાભરમાં વિમાનોની અવરજવરને ટ્રેક કરનારી વેબસાઇટ Filghtradar24 ના ડેટાથી જાણ થાય છે કે વિમાનને ભારતીય હવાઇ ક્ષેત્રથી બહાર નીકળતા જોવામાં આવે છે. જોકે તે દિલ્હી-જયપુર હવાઇ ક્ષેત્રમાં કેટલાક સમય માટે સતત ઓછી ઉંચાઇ પર ઉડાન ભરી રહ્યું હતું.