Helicopter missing in nepal : નેપાળમાં એક હેલિકોપ્ટર ગાયબ થયાના સમાચાર મળી રહ્યા છે. આ હેલિકોપ્ટરમાં પાંચ વિદેશી નાગરિકો સહિત છ લોકો સવાર હતા. અધિકાર જ્ઞાનેન્દ્ર ભુલે ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે હેલિકોપ્ટર સોલુખુમ્બુથી કાઠમાંડુ જઇ રહ્યું હતું. સવારે આશરે 10 વાગ્યે કંટ્રોલ ટાવરથી તેમનો સંપર્ક તૂટી ગયો હતો. શોધખોળ દરમિયાન પાંચ લોકોના મૃતદેહ મળ્યા હતા જ્યારે એક ગાયબ છે.
કોન સાઇન 9NMV વાળું હેલિકોપ્ટર સવારે 10.12 વાગ્યે સ્થાનિક સમય રડારથી ગાયબ થયું હતું. નેપાળના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે હેલિકોપ્ટરમાં બોર્ડ પર છ લોકો સવાર હતા. જેમાં પાચ યાત્રી અને એક કેપ્ટન હતા. શોધખોળ અને બચા માટે એલ્ટીટ્યૂડ એર હેલિકોપ્ટરને કાઠમાંડુથી રવાના કરવામાં આવ્યું છે.
ધ કાઠમાંડુ પોસ્ટ પ્રમાણે પોસ્ટ પ્રમાણે મનાંગ એરનું હેલિકોપ્ટર મંગળવારે સવારે સંપર્કથી બહાર થઈ ગયું હતું. હેલિકોપ્ટર સોલુખુમ્બુ જિલ્લાના લિખુપિકે ગ્રામીણ નગર પાલિકાના લમઝુરામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ક્ષેત્ર જિરી અને ફાપ્લુ વચ્ચે સ્થિત છે. ગ્રામીણ નગર પાલિકાના ડેપ્યુટી ચેરમેન ન્વાંગ લખપા શેપરા અનુસાર સ્થાનિક લોકોએ જાણકારી આપી છે કે હેલિકોપ્ટર ભંકાંજે ગામવના લમઝુરાના ચિંહંદાંડામાં દુર્ઘટનાગ્રસ્ત મળ્યું છે.
હેલિકોપ્ટરમાં કેપ્ટન ચેત બહાદુર ગુરુંગ હતા સવાર
મંગળવારે સવારે ગાયબ થયેલા હેલિકાપ્ટરની શોધ કરવા માટે એક એલ્ટીડ્યુડ એર હેલિકોપ્ટર તથા સુરક્ષા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. મનાંગ એરના સંચાલન અને સુરક્ષા પ્રબંધક રાજૂ ન્યૂપાએ કહ્યું, રજિસ્ટ્રેશન નંબર 9 એન-એએમવીની સાથે હેલિકોપ્ટરનું અંતિમ સ્થાન લમઝુરા દર્રા ક્ષેત્રમાં સવારે 10.12 વાગ્યે ટ્રેક થયું હતું. હેલિકોપ્ટરમાં કેપ્ટન ચેત બહાદુર ગુરુંગ સહિત છ લોકો સવાર હતા.
નેપાળમાં આ વર્ષમાં ક્રેશ થયેલા વિમાનમાં 70 લોકોના મોત થયા
આ વર્ષ જાન્યુઆરી મહિનામાં નેપાળનું એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં આશરે 70 લોકોના મોત નીપજ્યા હતા. યેતિ એરલાયન્સનું આ વિમાન કાઠમાંડુથી યાત્રીઓને લખીને પોખરા જઇ રહ્યું હતું. વિમાનના ક્રૂ મેંબર્સ સહિત 72 લોકો સવાર હતા. વિમાન સેતી નદીની ખાઈમાં પડ્યું હતું. દુર્ઘટના સ્થળની આજુબાજુ આગ લાગી હતી. જેના પગલે રેસ્ક્યૂ કરવા પહોંચેલી ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.