Elon Musk appoints Vaibhav Taneja as CFO in Tesla : દુનિયાની ઘણી ટોચની કંપનીઓમાં ભારતીય મૂળના પ્રોફેશનલ્સ ટોપ લેવલ પર બેઠેલા છે, તેવા સમયે વધુ એક દિગ્ગજ કંપનીમાં એક ભારતીય વ્યક્તિની બહુ મહત્વપૂર્ણ હોદ્દા પર નિમણુંક કરવામાં આવી રહી છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની માલિકાની કંપની ટેસ્લાએ ભારતીય મૂળના નાગરિકને તેના ચીફ ફાઇનાન્સ ઓફિસર (CFO) તરીકે નિયુક્ત કર્યા છે. 45 વર્ષીય વૈભવ તનેજાને સોમવારે એલોન મસ્કની આગેવાની હેઠળના ટેસ્લાના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) તરીકે નિમણુંક કરવામાં આવ્યા હતા.
ઓટોમોટિવ અને ક્લીન એનર્જી કંપની ટેસ્લાના અગાઉના સીએફઓ ઝાચેરી કિરખોર્ન એ ઘોષણા કરી હતી કે તેઓ તેમના પદેથી રાજીનામું આપી રહ્યા છે. મૂળ ભારતના વૈભવ તનેજા ટેસ્લામાં ચીફ એકાઉન્ટિંગ ઓફિસર તરીકે સેવા આપતા રહેશે તેમજ તેઓ CFOનું પદ પણ સંભાળશે.
વૈભવ તનેજા કોણ છે?
વૈભવ તનેજા, જે વર્તમાનમાં ટેસ્લા કંપનીના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર તરીકે જોબ કરી રહ્યા છે, તેઓ વર્ષ 2016માં સોલરસિટી માટે 2.6 અબજ ડોલરના સોદા મારફતે ટેસ્લામાં જોડાયા હતા. વૈભવ તનેજા માર્ચ 2019 થી ટેસ્લામાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (CAO) તરીકે અને મે 2018 થી કોર્પોરેટ કંટ્રોલર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે ફેબ્રુઆરી 2017 અને મે 2018 વચ્ચે ટેસ્લામાં આસિસ્ટન્ટ કોર્પોરેટ કન્ટ્રોલ તરીકે પણ સેવા આપી હતી. માર્ચ 2016થી તેમણે સોલારસિટીમાં વિવિધ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગની ભૂમિકાઓમાં કામ કર્યું છે.
આ પણ વાંચો | ટ્વિટર પર જોવા મળી રહ્યો છે નવો X લોગો, એલોન મસ્કે કેમ કર્યું રી બ્રાન્ડિંગ? વાંચો In-Depth સ્ટોરી
ટેસ્લાએ સોલર પેનલ બનાવતી કંપની સોલારસિટીને 2.6 અબજ ડોલરમાં ખરીદી લીધી. 2016માં સોલારસિટીમાં જોડવાની પહેલા વૈભવ તનેજાએ ‘Big Fout’ ફર્મ પ્રાઇસવોટરહાઉસ કૂપર્સ (PwC)માં લગભગ 17 વર્ષ સુધી કામ કર્યું હતું. વૈભવ તનેજાએ ટેક્નોલોજી, રિટેલ અને કોમ્યુનિકેશન સેક્ટરમાં પણ કામ કર્યું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.