scorecardresearch
Premium

દેશના ભાગલા બાદ 75 વર્ષ પછી કરતારપુરમાં મળ્યા, દુનિયાભરમાં પ્રખ્યાત ભાઈઓને હવે મોતે છૂટા પાડ્યા, આખી કહાની

brothers divided by India Pakistan partition : ભારતના ભાગલા વખતે 1947માં છૂટા પડી ગયેલા ભાઈઓ ગયા વર્ષે 10 જાન્યુઆરીએ પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબ ખાતે ફરી એકઠા થયા હતા અને વિશ્વભરના પ્રકાશનોમાં એકબીજાને ગળે લગાડતી અશ્રુભીની જોડીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

brothers divided by partition, Partition of India
સાદિક ખાન (ડાબે) અને સિક્કા ખાન જ્યારે 2022માં પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબ ખાતે મળ્યા હતા.

Kamaldeep Singh Brar : જ્યારે સાદિક ખાને પોતાના નાનાભાઈ સિક્કા ખાનને વીડિયો કોલ કર્યો ત્યારે તેમનો પરિવાર જૂનમાં એક લગ્નની તૈયારી કરી રહ્યો હતો. 85 વર્ષના વ્યક્તિએ સિક્કા ખાન સાથે કેટલીક ડિટેલ્સ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનના પંજાબના ફૈસલાબાદથી ભારતીય પંજાબના અમૃતસરમાં ફોન કર્યો હતો. 78 વર્ષના સિક્કા ખાન પોતાના આંસુ રોકતા કહે છે કે અમે વીડિયો કોલ ઉપર હતા તેઓ ફીટ અને ઠીક લાગતા હતા. તેમને ભારત આવવા માટે કહ્યું. તેમણે મને ઉનાળો વિતવાની રાહ કરવા કહ્યું હતું. મને ખબર ન્હોતી કે આ અમારો છેલ્લો કોલ હશે. 4 જુલાઇના રોજ અવસાન પામેલા સાદિક ખાનના નિધન સાથે સિક્કા હજુ સુધી સંમત થયા નથી.

ભારતના ભાગલા વખતે 1947માં છૂટા પડી ગયેલા ભાઈઓ ગયા વર્ષે 10 જાન્યુઆરીએ પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબ ખાતે ફરી એકઠા થયા હતા અને વિશ્વભરના પ્રકાશનોમાં એકબીજાને ગળે લગાડતી અશ્રુભીની જોડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ફોટો પાછળથી પૂર્વ અને પશ્ચિમ પંજાબના પરિવારોના આવા પુનઃમિલનનું પ્રતીક છે જેઓ 1947માં જ્યારે પાકિસ્તાન ભારતથી અલગ થયું ત્યારે અલગ થઈ ગયા હતા. પછી તે નકશા પર દોરેલી એક અદ્રશ્ય રેખા હતી જેણે ભાઈઓને વિભાજિત કર્યા.

સાદિક, જે 1947 ના ઉનાળામાં 10 વર્ષનો હતો, તેણે અગાઉ એક પાકિસ્તાની યુટ્યુબરને કહ્યું હતું કે કેવી રીતે તેણે અને તેના પિતાએ ભટિંડાના ફૂલેવાલ ગામમાં, તેના નાના ભાઈ અને માતા વિના, તેમના માતુશ્રીનું ઘર છોડી દીધું અને પોતાને બે અલગ-અલગ દેશોમાં શોધી કાઢ્યા.

સાદિકના પિતા રમખાણોમાં માર્યા ગયા હતા અને તેનો ઉછેર તેના કાકા દ્વારા ફૈસલાબાદના બોગરાન ગામમાં થયો હતો. સાદિકે લગ્ન કર્યા અને તેને બાળકો અને પૌત્રો થયા. બીજી બાજુ, સિક્કાની માતાએ આત્મહત્યા કરી અને ભાગલાના થોડા વર્ષો પછી તેની બહેનનું અવસાન થયું. તેણે ક્યારેય લગ્ન કર્યા નથી.

યુટ્યુબર, નાસિર ધિલ્લોને, 2019 માં સાદિકનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. એક દિવસ પછી, તેને સિક્કાના ગામમાં એક વ્યક્તિનો ફોન આવ્યો, પરંતુ કોવિડ રોગચાળો ફાટી નીકળવાના કારણે અને સિક્કાને સરહદ પાર કરવા માટેના કાગળ પર કાબુ મેળવ્યા પછી ભાઈઓને આખરે મળવામાં બીજા બે વર્ષ લાગ્યા.

“ફરી એક વાર અમારી વચ્ચે સરહદ આવી. હું તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યો ન હતો,” સિક્કા કહે છે, જે હવે તેમના ભાઈની અંતિમ પ્રાર્થનામાં હાજરી આપવા આવતા અઠવાડિયે પાકિસ્તાનની મુલાકાત લેશે. ધિલ્લોને પુષ્ટિ કરી હતી કે સિક્કાને પાકિસ્તાન હાઈ કમિશનર દ્વારા વિઝા આપવામાં આવ્યા છે. “સિક્કા સાથે વધુ બે લોકોને વિઝા આપવામાં આવ્યા છે,” ઢિલ્લોને કહ્યું કે સાદિકનું મૃત્યુ અચાનક થયું હતું.

ધિલ્લોને કહ્યું કે “તે તેના ખેતરમાંથી પાછો ફર્યો હતો. તે અસ્વસ્થતા અનુભવતો હતો, હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું,”ગુરુદ્વારા દરબાર સાહિબ ખાતે કલાકો સુધી ચાલેલી બેઠક પછી, બંને ભાઈઓ અનુક્રમે પાકિસ્તાન અને ભારતમાં એકબીજાની મુલાકાત લીધી હતી.

સિક્કા ગયા વર્ષે માર્ચમાં પાકિસ્તાન ગયો હતો અને થોડો સમય પોતાના ભાઈ સાથે રહ્યો હતો. સાદિક ખાન પણ સિક્કા સાથે રહેવા માટે જૂનમાં ભારત આવ્યો હતો. સિક્કા આંસુ લૂછતા કહે છે કે “હું ભગવાનનો આભારી છું કે તેણે અમને આ જીવનમાં મળવા દીધા. મને આશા છે કે અમે આગામી જીવનમાં પણ ભાઈઓ બનીશું,”

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Divided by partition brothers who met 75 yrs later are separated again now by death

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×