કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી વિદેશી ધરતી પર કેન્દ્રની મોદી સરકાર ઉપર હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમની વિરુદ્ધ સૌથી વધારે માનહાનીને કેસો નોંધવામાં આવ્યા છે. પોતાની લોકસભાની સદસ્યતા જવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન તે કાશ્મિરમાં હતા ત્યારે તેમને જીવલેણ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 4 દિવસ કાશ્મીરમાં ચાલશો તો માર્યા જશો. તેમણે કહ્યું કે ભારતમાં વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. જોકે, ફરક પડતો નથી કે બીજા પાસે કેટલું બળ છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં કદાચ તેઓ પહેલા વ્યક્તિ છે જેમના ઉપર માનહાનિમાં સૌથી વધારે સજા મળી છે. પોતાની લાકસભાનું સભ્ય પદ જતા રહેવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમના પરિચયમાં પૂર્વ સાંસદ કહેવામાં આવ્યું હતું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે મારી પાસે મોટી તક છે. કદાચ એ અવરસથી મોટો છે જે મને સંસદમાં બેસીને ન મળત. તેમણે કહ્યું કે છ મહિના પહેલા આ ડ્રામા શરુ થયો હતો. અને ભારતમાં વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. સરકારી સંસ્થાઓ પર ભાજપે કબજો કરી લીધો છે. અમે તેનાથી લોકતાંત્રિક રીતે લડી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે સંસ્થાનોએ અમારી મદદ ન કરી તો અમે રસ્તાઓ ઉપર ઉતર્યા એટલા માટે ભારત જોડો યાત્રા શરુ કરવી પડી. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે વર્ષ 2004માં તેમણે પોતાની રાજનીતિક સફર શરુ કરી હતી ત્યારે ક્યારેય વિચાર્યું ન્હોતું કે દેશમાં આવું જોશે. જેવું અત્યારે થઈ રહ્યું છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ભારત જોડો યાત્રાથી લઇને પ્રશાસનને તેમને કહ્યું હતું કે જો કાશ્મીર જશો તો ચાર દિવસ પદયાત્રા કરશે તો બની શકે કે તેઓ માર્યા જાય. ત્યારે મેં કહ્યું હતું કે આવું થવા દો. હું જોવા માંગુ છું કે કોણ મારા પર ગ્રેનેડ ફેંકશે. સુરક્ષાકર્મી, પ્રશાસનથી લોકો મને જોઈ રહ્યા હતા. અને મને તેમનો ચહેરો જોઈને એવું લાગે છે કે વે સમજી ન શકે હું શું કરી રહ્યો છું. રાહુલ ગાંધીએ આ દરમિયાન કહ્યું કે ફર્ક પડતો નથી કે બીજા વ્યક્તિ પાસે કેટલું બળ છે પરંતુ તમારે જીવનમાં દ્રઢ રહેવું જોઈએ.
મોદી સરનેમ મામલે દોષી જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ જતું રહ્યુંહતું. 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ભાષણમાં આપેલા મોદી સરનેમ અંગેના નિવેદન પર સુરત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આના પર સુનાવણી દરમિયાન કોર્ટે તેમને દોષી ઠેરવ્યા અને બે વર્ષની સજા સંભળાવી હતી.