Coronavirus : કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બરબાદ કરી દીધું હતું. લાખો લોકો મૃત્યુ પામ્યા, કરોડો સંક્રમિત થયા અને તેની અસર હજુ પણ ઘણી જગ્યાએ દેખાઈ રહી છે. દરમિયાન ચીનનું પાગલ દિમાગ ફરીથી કંઈક ખતરનાક કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચીન તરફથી કોરોનાના જ એક નવા સ્ટ્રેન પર રિસર્ચ કરવામાં આવી રહી છે. આ નવા સ્ટ્રેન્ટનું નામ GX_P2V માનવામાં આવી રહ્યું છે.અને આ વિશે bioRxiv નામની રિસર્ચ સાઇટ પર લખવામાં આવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ નવા વાયરસનો પ્રયોગ ઉંદરો પર કરવામાં આવ્યો હતો. આઠ દિવસમાં ઉંદરો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ વાઇરસની મગજ પર ગંભીર અસરો હતી અને શરીર પર અન્ય ઘણી ભયંકર આડઅસર પણ હતી. ચિંતાની વાત એ છે કે એવું માનવામાં આવે છે કે આ વાયરસ મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે. તેને કોરોના કરતા પણ વધુ ખતરનાક કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 18 જાન્યુઆરી : 128 વર્ષ પૂર્વે પ્રથમવાર એક્સ-રે મશીન રજૂ કરવામાં આવ્યું
હવે એક તરફ ચીન તેને સંશોધન કહી રહ્યું છે તો ઘણા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો તેને ગાંડપણ ગણાવી રહ્યા છે. દલીલ એવી કરવામાં આવી રહી છે કે જ્યારે કોરોના સમાપ્ત થઈ ગયો છે, ત્યારે આ પ્રકારના ખતરનાક સંશોધન કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ ચીનનો દાવો છે કે આ એક અભ્યાસના આધારે કોરોના વાયરસને વધુ નજીકથી સમજી શકાય છે. જે રિસર્ચ કરવામાં આવ્યું છે તેમાં ઉંદરો વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે.
રિસર્ચ અનુસાર, થોડા જ દિવસોમાં ઉંદરોના ફેફસાં, હાડકાં, આંખો, શ્વાસનળી અને મગજ પ્રભાવિત થવા લાગ્યા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે માત્ર આઠ જ દિવસમાં તેનું મોત થઈ ગયું. હવે ચીનનું આ ખતરનાક સંશોધન આ સમયે દુનિયાને ડરાવી રહ્યું છે. તેનું કારણ એ છે કે કોરોના ચીનથી પણ ફેલાયો, તે કેવી રીતે ફેલાય તે અંગે આજે પણ વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક તેને લેબ લીક કહે છે જ્યારે અન્ય લોકો તેને મચ્છરો દ્વારા ફેલાતા રોગચાળા તરીકે જુએ છે.