Arunachal Pradesh Aksai chin : ચીન અને ભારત વચ્ચે સંબંધોમાં સુધારો લાવવા માટે જેટલી પણ કોશિશ કરવામાં આવે પરંતુ આ ડ્રેગન પોતાની આદતોથી બાજ નથી આવી રહ્યું. તે પોતે શાંતિથી બેશતું નથી અને બીજાને શાંતિથી બેશવા દેતું નથી. ચીન વચ્ચે વચ્ચે કંઈના કંઈક એવું કરે છે કે જેનાથી તેની દાદાગીરી ચાલતી રહે.
નવા નકશામાં તાઈવાન સહિત અનેક ક્ષેત્રો પર કર્યો પોતાનો દાવો
સોમવારે ચીને પોતાનો માનક માનચિત્રના 2023 સંસ્કરણને રજૂ કર્યો છે. જેમાં અરુણાચલ પ્રદેશને પોતાના દેશનો હિસ્સો ગણાવ્યો છે. જેનાથી ચીન એક વાર ફરીથી સીમા વિવાદને ઉશ્કેરવાનું કામ કર્યું છે. એક તરફ ચીન ભારતના સૈન્ય અધિકારીઓ સાથે સીમા પર વિવાદ ખતમ કરવાના નામ પર વાતચીત કરે છે તો બીજી તરફ ગેરજવાબદાર ભરી હરકત કરીને વિવાદ વધારી રહ્યું છે.
થોડા દિવસ બાદ જી 20 સમ્મેલનમાં ચીનના રાષ્ટ્રપતિ સામેલ થશે
આગામી થોડા દિવસોમાં ભારતમાં જી20 સમ્મેલન થનારું છે. જેમાં ચીન સહિત દુનિયાના અનેક મોટા દેશોના રાષ્ટ્રધ્યક્ષ, શીર્ષ નેતાઓ, વરિષ્ઠ રાજનિયક તેમજ ઉદ્યોગપતિ તથા તમામ અન્ય લોકો નવી દિલ્હી પહોંચશે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમ્મેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આવા માહોલમાં ચીને પોતાના માનચિત્રમાં ભારતના ભાગને પોતાનો ગણાવતા વિવાદ ઊભો થયો હતો.
ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે એક્સ ટ્વીટર પર લખ્યું હતું કે ચીનના માનક માનચિત્ર 2023 સંસ્કરણ સત્તાવાર રીતે સોમવારે રજૂ કર્યો હતો. પ્રાકૃતિક સંસાધન મંત્રાલયના સ્વામિત્વ વાળા માનક માનચિત્ર સેવાની વેબસાઈટ પર આના રજૂ કર્યો હતો. આ માનચિત્ર ચીન અને દુનિયાના વિભિન્ન દેશોની રાષ્ટ્રીય સીમાઓના રેખાંકન વિધિના આધારે સંકલિત કરવામાં આવ્યો છે.