scorecardresearch
Premium

ચંદ્રયાન 3 બાદ ગગનયાન : મંગળના કાર્બનિક અણુઓ અને બુધ પર ઇલેક્ટ્રોનનો વરસાદ, બ્રહ્માંડના રહસ્યો ઉકેલશે અવકાશયાન

Gaganyaan : ધરતી પરથી ચંદ્ર પર મનુષ્યના ઉતરણને 54 વર્ષ પૂર્ણ થયા છે અને હવે ભારત પણ ચંદ્રની ઘરતી પહોંચવા પ્રયત્નશીલ છે. ચંદ્રયાન -3 બાદ હવે બારત ઓગસ્ટમાં ગગનયાનનું પ્રક્ષેપણ કરશે.

Universe facts | space |
બ્રહ્માંડ એટલે અનંત, અનેક રહસ્યોથી સર્જાયેલો આકાશી મહાસાગર. બ્રહ્માંડ અંગે જેટલું જાણો એટલું ઓછું જ લાગે. બ્રહ્માંડ અંગે કહેવું કે લખવું એટલે મહાસાગરમાંથી ગાગર લેવા બરાબર છે. બ્રહ્માંડ અંગે મહત્વના, અદભૂત 10 રોચક તથ્યો જાણીએ.

Chandrayaan 3, Gaganyaan and ISRO : ચંદ્ર ઉપર માનવના ઉતરણના 54 વર્ષ વિતી ગયા છે. વર્ષ 1969માં 20 જુલાઇના રોજ નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકીને મનુષ્ય માટે અંતરીક્ષના દ્વાર ખોલી દીધા હતા. અમેરિકાએ ચંદ્ર ઉપર મોકલેલા એપોલો 11 સેટેલાઇટના પ્રક્ષેપણ અને નીલ આર્મસ્ટ્રોંગના ચંદ્ર પર ઉતરાણની 54મી વર્ષગાંઠ તાજેતરમાં ઉજવાઇ છે. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASAએ મિશન મૂન હેઠળ પહેલું સેટેલાઇટ ચંદ્ર પર મોકલ્યુ હતુ. અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશો ચંદ્ર પર પહોંચવામાં સફળ થયા છે. ભારતે પણ ચંદ્ર પર પહોંચવા માટે તાજેતરમાં ચંદ્રયાન-3 લોન્ચ કર્યો હતો. ચાલુ સપ્તાહે ચંદ્ર પર જવા માટે ચંદ્રયાન-3ને ઘણી ભ્રમણકક્ષામાંથી પસાર થવુ પડ્યુ હતું, જેવું અગાઉ ભારતીય અંતરિક્ષ સંસ્થાના ગગનયાન મિશન માટે પ્રોપલ્શન મોડ્યુલનું પરીક્ષણ કરાયુ હતું.

આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ અને ચંદ્ર પર પહોંચવાની હરિફાઇ

સંયુક્ત રાષ્ટ્રે એપોલો 11 મિશનની વર્ષગાંઠની યાદમાં 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. વર્ષ 1969માં તે તારીખ છે અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિને ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો, જે માનવ ટેકનોલોજી-વિજ્ઞાનની એક મોટી સિદ્ધિ છે અને તે અવકાશ સંશોધકો અને વૈજ્ઞાનિકોની પેઢીઓને બ્રહ્માંડના રહસ્યો શોધવા અને ચંદ્ર-તારા સુધી પહોંચવા માટે પ્રેરણા આપે છે.

અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પહોંચવામાં સફળ થયા છે અને ભારત પણ ત્યાં પહોંચવા સતત પ્રયત્નશીલ છે. જો આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ કરવામાં સફળ થશે તો ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બનશે. ઉપરાંત ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ હશે.

ગગનયાન મિશન પ્રોપલ્શન મોડ્યુલ ફાયરિંગ

અલબત્ત, ભારતની મહત્વાકાંક્ષાઓ અવકાશમાં માનવરહિત મિશનથી પણ ઘણી આગળ છે – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને ઇસરો (ISRO) તરીકે ઓળખવામાં આવે તે ગગનયાન મિશન માટે તૈયારી કરી રહી છે, જે જ્યારે લોન્ચ થશે ત્યારે દેશનું પ્રથમ ક્રૂડ સ્પેસ એક્સ્પ્લોરેશન મિશન હશે.

ISROનું કહેવુંએ કહ્યું કે તેણે બુધવારે 250 સેકન્ડ માટે તેના 21 થ્રસ્ટર્સને ફાયર કરીને ગગનયાન મિશનના સર્વિસ મોડ્યુલની પ્રોપલ્શન સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યુ હતુ. ઇસરોના જણાવ્યા અનુસાર લેટેસ્ટ નવીનતમ સર્વિસ મોડ્યુલ માટેના પરીક્ષણોના બીજા તબક્કાનો એક ભાગ છે અને પહેલીવાર તમામ 21 થ્રસ્ટરનું એક સાથે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ગગનયાન મિશન અવકાશી યાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટરની ઉંચાઈ પર 3-દિવસની યાત્રા પર મોકલીને ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતાઓનું પ્રદર્શન કરવા સજ્જ છે. જ્યારે LVM3 (લોન્ચ વ્હીકલ માર્ક 3) પૃથ્વી પરથી ગ્રાઉન્ડબ્રેકિંગ મિશન લોન્ચ કરશે, ત્યારે સર્વિસ મોડ્યુલ ઓર્બિટ ઈન્જેક્શન, પરિભ્રમણ, ઓન-ઓર્બિટ કંટ્રોલ અને ડી-બૂસ્ટ મેન્યુવરિંગ જેવા ઘણા જટિલ કાર્યોને હેન્ડલ કરશે.

બુધ ગ્રહ પર ઇલેક્ટ્રોનનો વરસાદથી એક્સ-રે ઓરોરા ઉત્પન્ન થાય છે

એક ક્ષણ માટે, ચાલો ચંદ્ર કરતાં પૃથ્વીથી વધુ દૂરના સ્થળે જઈએ. અત્યંત દૂરના સ્થળે. હકીકતમાં, તે સૂર્યની ખૂબ નજીક છે અને તેનું નામ છે બુધ, જે આપણા સૌરમંડળનો જ એક ગ્રહ છે. બેપીકોલંબો અવકાશયાન 1 ઓક્ટોબર, 2021ના ​​રોજ સળગતા-ગરમ ગ્રહની નજીક તેની પ્રથમ નજીકથી ઉડાન ભરી હતી. અવકાશયાન ઉત્તર ગોળાર્ધની રાત્રિની બાજુથી બુધની નજીક પહોંચ્યું હતું અને દક્ષિણ ગોળાર્ધની સવારની બાજુએ નજીકથી પહોંચ્યું હતું.

અવકાશયાન દ્વારા કરવામાં આવેલા અવલોકનોનો ઉપયોગ કરીને, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ગ્રહની સપાટી પર વરસાદ પડતા સૂર્યમાંથી ઇલેક્ટ્રોન બુધ પર એક્સ-રે ઓરોરા ઉત્પન્ન કરે છે.

તો પૃથ્વી પર, ઓરોરા એ ગ્રહના ચાર્જ્ડ આયનોસ્ફિયરમાં અથડાતા સૂર્યના કણોનું પરિણામ છે. પરંતુ બુધનું વાતાવરણ ખૂબ જ પાતળું છે, એટલે કે સૌર પવનથી ઘણા બધા ઇલેક્ટ્રોન સપાટી પર અથડાય છે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ પેપરમાં પ્રથમ વખત ગ્રહ પર એક્સ-રે ઓરોરાનું કારણ સમજાવવામાં આવ્યું છે.

એક બ્રહ્માંડ જેમાં બહુ ઓછા અથવા કોઇ ડાર્ક મેટર નથી

અને હવે, ખુબ જ દૂર જઇ છીએ, આપણી આકાશગંગાથી – 22 કરોડ પ્રકાશ વર્ષ દૂર એક આકાશગંગા – – NGC 1277 તરફ જઈએ. આ આકાશગંગાનું અવલોકન કર્યા બાદ, સંશોધકોએ એક તારણ કાઢ્યુ કે, ત્યાં કોઇ કાળો પદાર્થ નથી. જેનાથી બ્રહ્માંડમાં કેવી રીતે પ્રક્રિયાઓ થાય છે, તે ખગોળશાસ્ત્રીઓની સમજમાં વધારો કરે છે.

તે સમજવા માટે, સૌથી પહેલા જાણવું પડશે કે ડાર્ક મેટર શું છે. ડાર્ક મેટર એ એક પ્રકારનો પદાર્થ છે જે બ્રહ્માંડનો લગભગ 85% હિસ્સો છે. કારણ કે તે પ્રકાશ અથવા રેડિયો તરંગો જેવી વસ્તુઓ પર પ્રતિક્રિયા આપતું નથી, તેને જોવું અથવા શોધવું મુશ્કેલ છે. વૈજ્ઞાનિકોએ ડાર્ક મેટર શોધવા માટે ઘણા પ્રયોગો કર્યા છે, પરંતુ કોઈએ તેને સીધું શોધી શક્યું નથી કારણ કે તે કોઈ પણ વસ્તુ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતું નથી. તેથી જ આપણે તેને “ડાર્ક” પદાર્થ કહીએ છીએ.

આ પણ વાંચો- ISRO ‘ગગનયાન’નું પ્રથમ અબોર્ટ મિશન ઓગસ્ટના અંતમાં હાથ ધરશે

જો આપણે તેને જોઈ શકતા નથી તો આપણે કેવી રીતે જાણી શકીએ કે ડાર્ક મેટર અસ્તિત્વમાં છે? ઠીક છે, અમે જણાવી શકીએ કારણ કે કેટલીક આકાશગંગા જો તેમનામાં ડાર્ક મેટર ન હોય તો અલગ દેખાય છે. ઉપરાંત, ડાર્ક મેટરનું દળ હોવાથી, તે તેની આસપાસની જગ્યાને અસર કરે છે, જેમ કે પ્રકાશનો વળાંક. પ્રકાશનો આ વળાંક આપણને જણાવે છે કે ડાર્ક મેટર છે, ભલે આપણે તેને જોઈ શકતા નથી. તેને “ગુરુત્વાકર્ષણ લેન્સિંગ” કહેવામાં આવે છે. ઘણી આકાશગંગાઓ આવું કરે છે, તેથી આપણે જાણીએ છીએ કે ડાર્ક મેટર અસ્તિત્વમાં હોવી જોઈએ. આમ ચોક્કસપણે, ડાર્ક મેટરનું અસ્તિત્વ એ ઘણી આકાશગંગાની કામગીરી સમજવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે.

Web Title: Chandrayaan 3 gaganyaan isro apollo 11 mercury universe science space

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×