scorecardresearch
Premium

India Canada Raw : કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા, ભારતે તેમને દેશ છોડવાનો આપ્યો હતો આદેશ

ટ્રુડોએ તેમના દેશની સંસદમાં કહ્યું હતું કે તે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણીની તપાસ કરી રહી છે. આ પછી કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો.

Justin Trudeau India| Khalistan | canada india raw | world news
જસ્ટિન ટ્રુડો. ફોટો-(ઇન્ડિયન એક્સપ્રેસ).

India Canada raw : કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે રાજદ્વારીઓને બોલાવવાની માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે કેનેડા બદલો લેશે નહીં. ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ સર્જાયો હતો.

વિદેશ મંત્રી જોલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતની કાર્યવાહીને કારણે અમારા રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે તેમને ભારતથી પાછા બોલાવ્યા છે. તેમણે કહ્યું કે જો આપણે રાજદ્વારી પ્રતિરક્ષા માટે બનાવેલા નિયમને તોડવા દઈએ તો દુનિયાનો કોઈ રાજદ્વારી સુરક્ષિત નહીં રહે. આ કારણે અમે ભારતની કાર્યવાહીનો કોઈ જવાબ આપવાના નથી. ભારત છોડી ગયેલા 41 રાજદ્વારીઓની સાથે 42 લોકો પણ છે જેઓ તેમના પરિવારના સભ્યો છે.

આ પણ વાંચોઃ- Israel Hamas war : અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું, હમાસ અને પુતિન પાડોશી દેશોમાં લોકશાહીનો અંત લાવવા માંગે છે’

કેમ લેવાયો નિર્ણય?

તમને જણાવી દઈએ કે 18 સપ્ટેમ્બરના રોજ હાઉસ ઓફ કોમન્સમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ટ્રુડોએ તેમના દેશની સંસદમાં કહ્યું હતું કે તે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણીની તપાસ કરી રહી છે. આ પછી કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો. ભારતે ટ્રુડોના દાવાને નકારી કાઢ્યો હતો અને તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો.

આ પછી ભારતે પણ જવાબી કાર્યવાહી કરી અને કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો. અહીંથી જ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશની શરૂઆત થઈ હતી. આ પછી ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં સમાચાર આવ્યા કે ભારતે નવી દિલ્હીમાં હાજર 41 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું છે. ભારતમાં કેનેડાના કુલ 62 રાજદ્વારીઓ છે.

Web Title: Canada withdraws 41 diplomats from india khalistan terrorist hardeep singh nijjar murder case jsart import ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×