British royal family : બ્રિટનના (Britain) કિંગ ચાર્લ્સ (king charles)ના નાના પુત્ર પ્રિન્સ હેરી (Prince Harry) અને તેમની પત્ની મેગન મર્કેલ (Meghan Markel) પહેલાથી જ ઘણા વિવાદમાં ઘેરાયેલા છે. હવે આ બંને સાથે જોડાયેલો એક નવો વિવાદ સામે આવ્યો છે. ‘એક્સટ્રેક્ટર્સ ઓફ કોર્ટિયર્સઃ ધી હિડેન પાવર બિહાઇન્ડ ધી ક્રાઉન’નામનું આ પુસ્તક એક મીડિયા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે. આ પુસ્તરમાં હેરી અને મેગન સાથે જોડાયેલી કેટલીક વિવાદિત ઘટનાનો ઉલ્લેખ કરાયો છે. તાજેતરમાં બ્રિટિશના મહારાણી (britain queen) એલિઝાબેથ દ્વિતિય (elizabeth ii)ના નિધન બાદ હવે જ્યારે હેરીને તેમના ભાઇ પ્રિન્સ વિલિયમની સાથે જોવામાં આવ્યો તો ઘણા લોકોને આશા હતી કે હવે બધુ જ બરાબર થઇ જશે. પરંતુ આ નવા પુસ્તકે (books)આ આશા પર પાણી ફેરવી દીધુ છે.
આ પુસ્તક મુજબ હેરીને એ વાતની ખરબ પડી ગઇ હતી કે પ્રિન્સ વિલિયમ (prince william)ના પુત્ર અને તેમના ભત્રીજા જોર્જ (prince george) 18 વર્ષનો થશે ત્યારે તેમના રાજા બનવાની શક્યતાઓ શૂન્ય થઇ જશે. આ પુસ્તકમાં એવો પણ દાવો કરાયો છે કે, હેરીને એ વાતનો ડર હતો કે, તે ક્યાંક ભાગી ન જાય. પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, આ ડર તે નિરાશા બાદ વધી ગયો જ્યારે તેમના સહયોગીઓએ તેમની એવુ કરવા જણાવ્યુ જે વિલિયમ અને કેટથી ઘણુ અલગ હતી.
બ્રિટનના રાજપરિવાર (british royal family)માં 22 લોકો છે જે રાજગાદીના ઉત્તરાધિકારી છે. એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ હવે તેમના પુત્ર ચાર્લ્સ મહારાજા છે. ચાર્લ્સ બાદ તેમના પુત્ર વિલિયમ, વિલિયમ બાદ જોર્જ અને તેમની પુત્રી શેરલોટ અને પ્રિન્સ લુઇસને રાજગાદી મળશે. પ્રિન્સ હેરી આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે.
મેગને સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યુ.

આ પુસ્તકમાં મેગનનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં લખ્યુ છે કે, ડચેઝ ઓફ સસેક્સે (મેગન) એક વાર પોતાના સહયોગીની સામે તેમના યુવા મહિલા કર્મીનું અત્યંત ખરાબ રીતે અપમાન કર્યુ હતુ. મેગનને આ કર્મચારીનો એક પ્લાન પસંદ આવ્યો ન હતો. ત્યારબાદ વિલિયમે તે રડી રહેલી મહિલા કર્મચારીને આશ્વાસન આપતા તેમના કામની પ્રશંસા કરી હતી.
આ પુસ્તક અનુસાર હેરી અને મેગનને મહારાણી એલિઝાબેથના પૂર્વ આસિસ્ટન્ટ સમાંથા કોહેનને પણ ધમકાવ્યા હતા. પ્રિન્સ હેરી અને મેગનના લગ્ન બાદ કોહેન તેમની સાથે પર્સનલ સેક્રેટરી તરીકે જોડાયા હતા. પુસ્તકના સુત્રોના હવાલા અનુસાર કોહેને તે બંનેના પર્સનલ સેક્રેટરી તરીકે સારી કામગીરી કરી હતી, પરંતુ મેગન હંમેશા કોહેન પાસેથી તેમની ક્ષમતા કરતા વધારે કામ કરાવતી હતી. આ કારણસર કોહેનને હંમેશા એવુ લાગતુ હતુ કે તેઓ કોઇ ટીનેજર કપલ સાથે કામગીરી કરી રહી છે.
કપડા અને જ્વેલરી માટે સેક્રેટરી સાથે ઝગડો કર્યો

મેગનના વકીલે વર્ષ 2021માં એવા આક્ષેપોને ફગાવી દીધા હતા કે કોહેનને ક્યારેક ક્યારેક ધમકાવામાં આવતી હતી. વકીલની વાત માનીયે તો હેરી અને મેગન હંમેશા તેમની મદદ માટે આભારી રહેશે અને તેમની પર્સનલ આસિસ્ટન્ટ મેલિસા તોઉબિતીની સાથે પણ તેમના ઝગડા અંગે પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે. મેગને કપડા, જ્વેલરી અને કેટલીક કંપનીઓએ તેમને મોકલેલી મીણબત્તીઓ અંગે પણ મેલિસા સાથે ઝગડો કર્યો હતો
તોઉબિતી એ બ્રિટિશ મહેલામાં આવ્યાના છ મહિના બાદ જ આ નોકરી છોડી દીધી હતી. તે બ્રિટિશ રાજ પરિવાર અને તેના કર્મચારીઓ સંબંધિત નિયમોનું કડક પાલન કરી રહી હતી અને આ બાબત મેગનને નાપસંદ હતી.