India and china in Brics summit : 15માં બ્રિક શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચેલ પીએમ મોદીએ ત્યાં સમ્મેલનમાં ભાગ લીધો અને દુનિયાના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારના સાઉથ આફ્રિકાના જોહાન્સબર્ગમાં બ્રિક્સ નેતાઓની મીડિયા બ્રિફિંગ પહેલા વાતચીત કરતા જોવા મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે.
બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી આ સંક્ષિપ્ત વાતચીતમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી એ હવે સામે આવ્યું છે. ચીની વિદેશ મંત્રાલયની એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે શું શું વાત થઈ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું કે શી જિનપિંગના બ્રિક્સ શિખર સમ્મેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. બંને નેતાઓએ વર્તમાન ચીન-ભારત સંબંધો અને ભાગીદારી હિતના અન્ય પ્રશ્નો સ્પષ્ટ અને ગહન વિચારો પર ચર્ચા કરી છે.
સીમા પર શાંતિ બનાવી રાખવા પર ચર્ચા
ઇરાન દરમિયાન એ વાત પર જોર આપવામાં આવ્યું છે કે ચીન – ભારત સંબંધોમાં સુધારો આપવા બંને દેશો અને લોકોના હિતોને પુરા કરે છે અને દુનિયા અને ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે પણ અનુકૂળ છે. બંને પક્ષોએ પોતાના દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર હિતોને ધ્યાનમાં રાખીવું જોઈએ અને સીમા મુદ્દાને યોગ્ય રીતે સંભાળવું જોઈએ. જેનાથી સંયુક્ત રૂપથી સીમા ક્ષેત્રમાં શાંતિની રક્ષા કરવામાં આવી શકે.
બ્રીક્સ સમિટની શરુઆત પહેલા જ કયાલ લગાવવામાં આવી રહ્યો છે કે જોહાન્સબર્ગમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ શકે છે. આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં બાલીમાં થયેલા જી 20 સમિટમાં વડાપ્રધાન મોદી અને શી જીનપિંગ વચ્ચે સંક્ષિપ્ત વાતચીત થયાના સમાચાર આવ્યા હતા.
ભારત- ચીન વચ્ચે સીમા પર તણાવ
ઉલ્લેખનીય છે કે ગલવાન ઘાટીમાં થયેલા વિવાદ બાદ જૂન 2020થી અત્યાર સુધઈ બંને દેશો વચ્ચે 19 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. બંને પક્ષો વચ્ચે છેલ્લી વાર 13-14 ઓગસ્ટ 2023એ વાતચીત થઈ છે. બંને દેશો હવે એલએસી પર સેનાના ડિસએન્ગેજમેન્ટની કોશિશ કરી રહ્યા છે.