Jul 26, 2023

shravan 2023 : શિવજીના 12 જ્યોતિર્લિંગ અને 12 રાશિ વચ્ચેનો સંબંધ

Ankit Patel

વૃષભ-  મલ્લિકાર્જુન 

વૃષભ રાશિના જાતકોનો સંબંધ ભગવાન શિવશંકરના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે માનવામાં આવે છે. એટલા માટે વૃષભ રાશિના લોકોએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.

વૃષભ-  મલ્લિકાર્જુન 

વૃષભ રાશિના જાતકોનો સંબંધ ભગવાન શિવશંકરના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે માનવામાં આવે છે. એટલા માટે વૃષભ રાશિના લોકોએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.

મિથુન- મહાકાલેશ્વર

મિથુન રાશિના લોકોએ મહાકાલેશ્વર ભગવાનનું ધ્યાન કરતા ‘ઓમ નમો ભગવતે રુદ્રાય’ મંત્રનો જાપ કરવો જોઓઇ. મહાકાલેશ્વકજ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલું છે.

કર્ક - ઓમકારેશ્વર

કર્ક રાશિના લોકોએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના કરવી જોઈએ. એટલે કે, કર્ક રાશિના જાતકોએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું ધ્યાન કરીને શિવલિંગની પૂજા કરવી.

સિંહ - વૈદ્યજનાથ

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડમાં આવેલું છે, જેનો સંબંધ સિંહ રાશિ સાથે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ શિવલિંગની સ્થાપના લંકાપતિ રાવણે કરી હતી.

કન્યા - ભીમાશંકર

કન્યા રાશિવાળા લોકોએ ભીમાશંકર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તુલા - રામેશ્વર

આ જ્યોતિર્લિંગ તુલા રાશિના લોકો સાથે સંબંધિત છે. એટલા માટે તુલા રાશિના લોકોએ રામેશ્વરમ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.

વૃશ્વિક - નાગેશ્વર

વૃશ્વિક રાશિના જાતકોનો સંબંધ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. નાગેશ્વર શિવલિંગની ધ્યાન કરી શિવશંકરની પૂજા કરતી વખતે પીળા ફુલ, શમી અને બીલીપત્ર અર્પણ કરવા જોઇએ.

ધન - કાશી વિશ્વનાથ

વિશ્વનાથ જ્યોતિર્લિંગનો સંબંધ ધન રાશિ સાથે હોવાનું મનાય છે. ધન રાશિના લોકોએ શ્રાવણ માસમાં ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ.

મકર - ત્ર્યંબકેશ્વર

મકર રાશિના લોકોએ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. ગંગાજળમાં ગોળ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

કુંભ - કેદારનાથ

ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ કુંભ રાશિના લોકો સાથે સંબંધિત છે. આ લોકોએ કેદારનાથ જ્યોતિર્લિંગનું ધ્યાન કરીને શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.

મીન - ઘૃષ્ણેશ્વર

મીન રાશિના લોકોએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. આ રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં દૂધમાં કેસર ઉમેરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

Daily Horoscope, 26 july 2023, આજનું રાશિફળ : બુધવારનો દિવસ તમારો કેવો રહેશે?