Jul 18, 2023
શ્રાવણ માસમાં વૃક્ષારોપણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
શ્રાવણમાં આ 4 વૃક્ષ વાવવાથી શિવશંકરના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ થાય છે.
ભગવાન શિવને બીલીપત્ર સૌથી વધુ પ્રિય છે. એટલા માટે બીલીપત્રનો છોડ લગાવવાથી ભોલેનાથની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહે છે.
શમીનો છોડ ભોલેનાથને ખાસ પ્રિય છે. શમીના છોડને વાવવા માટે સૌથી શુભ દિશા ઉત્તર અને ઉત્તર-પૂર્વ માનવામાં આવે છે. શમીનો છોડ લગાવવાથી તમને શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે
શાસ્ત્રોમાં તલુસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. આથી શ્રાવણ માસમાં ઘરે તુલસીનો છોડ વાવવો જોઇએ, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તેમજ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે
ભગવાન શિવની પૂજામાં ધતુરા અવશ્ય ચઢાવવામાં આવે છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવનો ધતુરામાં વાસ હોય છે. તેથી જ શ્રાવણ માસમાં ધતુરાનો છોડ વાવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
Daily Horoscope, 18 july 2023, આજનું રાશિફળ : મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?