શ્રાવણ 2023 : શિવલિંગ પર જળાભિષેક વખતે આટલું ધ્યાન રાખો
Ankit Patel
શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને જળ ચઢાવતા સમયે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરુરી છે.
જળ ચઢાવતા સમયે ઝડપી ધાર અર્પિત ન કરો. જળ એકદમ ધીરે ધીરે ચઢાવો અને શિવમંત્રનો જાપ કરતા રહો.
તાંબા, કાંસા અથવા ચાંદીના પાત્રમાં જળ લઇને સૌથી પહેલા જળ ભગવાનના જમણી તરફ ચઢાવો. જે ગણેશજીનું સ્થાન માનવામાં આવે છે. જળ ચઢાવતા સમયે ગણેશ મંત્રનો જાપ કરો.
જમણી તરફથી જળ ચઢાયા બાદ ડાબી તરફ જળ ચઢાવો. આ સ્થાનને ભગવાન કાર્તિકનું સ્થાન માનવામાં આવે છે.
ડાબા અને જમણા તરફ ચઢાવ્યા બાદ જળ ભગવાનના વચ્ચે ચઢાવો. આ સ્થાન શિવજીના પુત્ર અશોક સુંદરીનું છે.
અશોક સુંદરીને જળ ચઢાવ્યા બાદ જળધારીને ગોળાકાર હિસ્સામાં જળ ચઢાવો. આ સ્થાને માતા પાર્વતીના હસ્તકમલ હોય છે.