Jul 22, 2025

અમદાવાદનું મીની સોમનાથ મંદિર, પ્રકૃતિના ખોળે શિવ ભક્તિ

Ajay Saroya

શ્રાવણ 2025

શ્રાવણ માસમાં શંકર ભગવાનની પૂજા અને દર્શન કરવાનું મહાત્મ્ય હોય છે. અમદાવાદમાં ભગવાન શંકરના ઘણા મંદિરો આવે છે.

Source: social-media

અમદાવાદ મીની સોમનાથ મંદિર

અમદાવાદમાં સાબરમતી નદી કિનારે મીની સોમનાથ મંદિર આવેલું છે. આ શિવાલયનું સ્થાપત્ય આબેહુબ પ્રભાસના સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવું છે.

Source: social-media

મીની સોમનાથ મંદિર ક્યા છે?

અમદાવાદના મીની સોમનાથ મંદિર નામે પ્રખ્યાત આ શિવાલયનું સાચું નામ કોટેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિર અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદી કિનારે આવેલું છે.

Source: social-media

પ્રકૃતિના ખોળે ભક્તિ

મીની સોમનાથ મંદિર સાબરમતીના કિનારે આવેલું છે. શિવ મંદિરની આસપાસ શાંત નદી કિનારો, હરિયાળી, પક્ષીઓનો કલરવ ભક્તોના મનને શાંતિ આપે છે.

Source: social-media

શ્રાવણમાં સોમનાથ મંદિરના દર્શન

અમદાવાદના પ્રખ્યાત શિવ મંદિરમા શ્રાવણ માસ, મહાશિવરાત્રી, સોમવાર, શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

Source: social-media

શિવ મંદિરમાં બે નંદી

મીની સોમનાથ મંદિરમાં 2 નંદી છે, જેમા 1 શ્વેત નંદી અને 1 શ્યામ નંદીની મૂર્તિ છે.

Source: social-media

નિયમિત લઘુરુદ્ર પાઠ

અમદાવાદના મીની સોમનાથ મંદિરમાં દરરોજ લઘુરુદ્રપાઠાત્મક થાય છે, જે મંદિરના વાતાવરણને ઉર્જાવાન રાખે છે.

Source: social-media

મીની સોમનાથ મંદિરની મુલાકાત

મીની સોમનાથ મંદિરની જમણી બાજુ રામલક્ષ્મણજાનકી અને ડાબુ બાજુ ધોલેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં ચાલતી શિવધૂન વાતાવરણને ભક્તિમય બનાવે છે.

Source: social-media

28 જુલાઈથી આ લોકોની મુશ્કેલીઓ વધશે, શનિ અને મંગળનો બનશે ખતરનાક યોગ