Feb 16, 2023
18 ફેબ્રુઆરી, 2023 એ આખા દેશમાં મહાશિવરાત્રીનું પર્વ મનાવાય છે.
આ ખાસ દિવસે દરેક લોકો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ અને પૂજા કરે છે.
પણ શું તમે જાણો છો કે, એવી કેટલીક વસ્તુ છે જેને શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવવી જોઈએ, કારણ કે, આ વસ્તુ ચડાવવાથી તમારી પૂજા સફળ થશે નહિ.
ભગવાન શિવને ભૂલથી પણ હળદર ન ચઢાવો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શિવલિંગ પર સિંદૂર, કુમકુમ ન ચઢાવવું જોઈએ.
ભગવાન શિવ અને શિવલિંગ પર શંખનો પણ ઉપયોગ ન કરવો જોઈએ.
શિવ પૂજામાં તુલસીના પતાને પણ અર્પિત ન કરવા જોઈએ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે અશુભ ગણાય છે.
શિવલિંગ પર કમળનું ફૂલ પણ ન ચઢાવવું જોઈએ.
શિવલિંગ પર ચોખા પણ ન ચઢાવવા જોઈએ.
શિવ-પાર્વતીની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ છે મહાશિવરાત્રિ