Jan 17, 2024
Source: social-media
Source: social-media
Source: social-media
ભગવાન શિવને સમર્પિત આ મંદિર રામ કી પૌડીમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ શ્રી રામના નાના પુત્ર કુશ દ્વારા કરવામાં આવ્યું હતું.
Source: (Photo- ayodhya.nic.in)
આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે માતા સીતા જનકપુરથી દેવી ગિરિજા દેવીની મૂર્તિ લઈને અયોધ્યા આવ્યા હતા.
Source: (Photo- ayodhya.nic.in)
રામ કી પૈડી એ સરયુ નદીના કિનારે આવેલા ઘાટની લાંબી લાઇન છે. પૂનમના દિવસે આ ઘાટની સુંદરતા જોવા લાયક હોય છે. ભક્તોમાં એવી માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે.
Source: (Photo- ayodhya.nic.in)
અયોધ્યાનું કનક ભવન તેની કલાકૃતિ માટે પ્રખ્યાત છે. માન્યતા મુજબ માતા કૈકેયીએ આ ભવન રામ- સીતાને ભેટમાં આપ્યુ હતુ અને તે તેમનો અંગત નિવાસ સ્થાન હતું.
Source: (Photo- ayodhya.nic.in)
પવનપુત્ર હનુમાનને સમર્પિત આ મંદિર સમ્રાટ વિક્રમાદિત્યે બનાવ્યું હતુ. જે આજે હનુમાન ગઢીના નામથી પ્રખ્યાત છે. માન્યતા મુજબ હનુમાન અહીંયાના કોટવાલ છે અને અયોધ્યાની રક્ષા કરે છે. બાળ હનુમાનને મંદિરના પ્રાંગણમાં માતા અંજનીના ખોળામાં બિરાજમાન જોઇ શકાય છે.
Source: (Photo- ayodhya.nic.in)
ભગવાન રામ અને દેવી સીતાને સમર્પિત આ મંદિર નવનિર્મિત છે. અયોધ્યા ફૈઝાબાદ રોડ પર આવેલું આ મંદિર અયોધ્યા બસ સ્ટેશનની સામે આવેલું છે.
Source: (Photo- ayodhya.nic.in)
નવાબ શુજા ઉદ દૌલાનો મકબરો ગુલાબ વાડી તરીકે ઓળખાય છે. ગુલાબ વાડીનો અર્થ ગુલાબનો બગીચો થાય છે જે ફૈઝાબાદમાં આવેલું છે. અહીં વિવિધ જાતના ગુલાબ છે. અહીંજ અવધના ત્રીજા નવાબ શુજા-ઉદ-દૌલાની કબર પણ છે.
Source: (Photo- ayodhya.nic.in)
અયોધ્યા શહેર જૈન ધર્મ માટે પણ વિશેષ સ્થાન ધરાવે છે, અયોધ્યા શહેર જૈન ધર્મના પાંચ તીર્થંકરોના જન્મસ્થળ તરીકેનું ગૌરવ ધરાવે છે. તેમની યાદમાં ફૈઝાબાદના નવાબના ખજાનચીએ અહીં પાંચ દેરાસરનું નિર્માણ કરાવ્યુ હતું.
Source: (Photo- ayodhya.nic.in)
ઘરના 5 ખૂણામાં બનાવો આ શુભ ચિન્હ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન