આ મહેલ કચ્છના મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાળમાં બાંધવામાં આવ્યો હતો. તેમના પુત્ર વિજયરાજીના નામ પરથી આ મહેલનું નામ ‘વિજય વિલાસ પેલેસ’ રાખવામાં આવ્યું છે.
કચ્છના માંડવી શહેરની શાન છે ‘વિજય વિલાસ પેલેસ’
આ મહેલનું નિર્માણ વર્ષ 1920 થી 1929ની વચ્ચે જયપુરના કારીગરો દ્વારા રાજપૂત શૈલીમાં કરાયું છે.
મહારાજા વિજયરાજીનું વર્ષ 1948માં અવસાન થતા તેમની યાદમાં મહેલના પરિસરમાં એક છત્રીનું નિર્માણ કરાયું છે.
મહેલની છત પરથી દેખાતું આકર્ષક દ્રશ્ય, ચારેય બાજુ હરિયાળી
Source: All Photo: gujarattourism.com
આ મહેલમાં ભવ્ય રજવાડી સજાવટ અને ફર્નિચર જોવાલાયક છે
પથ્થરો પર આકર્ષક કોતરણી વાળો ઝરુખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે