ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે.... મોરબી મચ્છુ
નદી પર અંગ્રેજ શાસનથી અહીં
ઝુલતો પુલ
અડીખમ
ઉભો
હતો,
પણ...
મસ્તી બની મોત...
જીવન અને મોત વચ્ચે ઝુલતી જીંદગી...
મોરબીમાં આ ઘટનાના લગભગ 20 મિનિટ બાદથી જ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે.
મોરબીમાં મચ્છુ નદી પર બનેલો કેબિલ બ્રિજ 140 વર્ષથી વધારે જૂનો છે.આ પુલનુ ઉદઘાટન પહેલીવાર 20 ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્જ ટેમ્પલે કર્યુ હતુ. તે સમયે આ બ્રિજ બનાવવાનો ખર્ચ 3.5 લાખ રૂપિયા જેટલો હતો. આ બ્રિજના બાંધકામ માટેનો સંપૂર્ણ માલસામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો.
જવાનોએ રાત્રી દરમિયાન રેસ્કયુ હાથ ધરી 170 લોકોના જીવ બચાવ્યાં છે.
સેનાના ત્રણેય પાંખોના જવાનો આ ઘટનાને પગલે પૂરતા સાધનો સાથે ખડેપગે છે.
પુલ તૂટતાં પાણીમાં પડેલી જીંદગીઓને બચાવવા, શોધવા માટે ટીમોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી
ઝુલતો પુલ મોતનો પુલ બનતાં અનેક પરિવાર તૂટી ગયા..... જાણો મોરબી કરૂણાંતિકાની વધુ વિગતો