Oct 31, 2022

મોરબી પુલ દુર્ઘટનાને લઇ ભારતીય સેનાના ત્રણેય પાંખો બચાવ કામગીરીમાં ખડેપગે

mansi bhuva

મચ્છૂ ડેમ હોનારતની જેમ મોરબી સહિત સમગ્ર ગુજરાતને તેમજ દેશને 30 ઓક્ટોબર 2022નો દિવસ યાદ રહી જશે. ગઇકાલે રવિવારે મોરબીનો 140 વર્ષ જૂનો પુલ અચાનક તૂટી જતા 133ના મોત નીપજ્યાં છે. જ્યારે 93 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 

આ ઘટનાને પગલે એજન્સીઓ અને સ્થાનિક લોકો બન્યા દેવદૂત. છેલ્લા કેટલાક કલાકોથી સતત રેસ્કયુ કરી રહ્યા છે. 

મોરબીમાં આ ઘટનાના લગભગ  20 મિનિટ બાદથી જ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. 

સેનાના ત્રણેય પાંખોના  જવાનો આ ઘટનાને પગલે પૂરતા  સાધનો સાથે ખડેપગે છે. 

જવાનોએ રાત્રી દરમિયાન રેસ્કયુ હાથ ધરી 170 લોકોના જીવ બચાવ્યાં છે. 

ભારતીય રાજકારણની લોકપ્રિય ભાઇ-બહેનની જોડી