Jul 03, 2025
માછલીઓ પાણીમાં રહે છે અને બહાર નીકળતા જ થોડી ક્ષણોમાં તેમનું મોત થઈ જાય છે. પરંતુ એક માછલીને છોડીને.
Source: social-media
આજે અમે તમને એક એવી માછલી વિશે જણાવી રહ્યા છીએ જે પાણી વિના ઘણા મહિનાઓ સુધી જમીનમાં રહે છે. ચાલો આ માછલી વિશે જાણીએ.
Source: social-media
આ માછલીનું નામ લંગફિશ છે, જે સલામાંડર ફિશના નામે પણ ઓળખાય છે.
Source: social-media
આ માછલી ઘણા મહિનાઓ સુધી પાણી વગર જીવતી રહી શકે છે. ઘણી વખત તો તે વર્ષ સુધી પાણી વગર જીવતી રહી શકે છે.
Source: social-media
મીડિયા રિપોર્ટ અનુસાર, આ માછલીઓનું રેસ્પિરેટરી સિસ્ટમ ખુબ જ અલગ અને ખાસ હોય છે. તે સીધી હવામાંથી ઓક્સિઝન લઈ શકે છે.
Source: social-media
ઘણી લંગફિશ તો એવી હોય છે જે જેમ-જેમ મોટી થલા લાગે છે, તે હવામાંથી જ ઓક્સિઝન લેતા-લેતા તે ગિલ્સથી ઓક્સિઝન લેવાનું બંધ કરી દે છે.
Source: social-media
પાણીમાં રહેવા છતા તેને વારંવાર કિનારા પર આવવું પડે છે. જ્યાંથી તે ઓક્સિઝન લે છે.
Source: social-media
તેનું શરીર ઈલની માફક લાંબુ હોય છે. જેને તે માટીની અંદર ઘૂસાડી નાંખે છે.
Source: social-media
આ માછલી આફ્રિકા, સાઉથ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
Source: social-media
જ્યારે તેમની આસપાસ પાણી હોય છે, તો આ માછલી કોઈ પણ અન્ય માછલીની માફક જ વર્તન કરે છે. પરંતુ જ્યારે પાણી નથી હોતુ ત્યારે તે માટીની ઘણી અંદર ઘુસી જાય છે.
Source: social-media