Feb 08, 2023
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થશે, આ ટ્રોફીની શરૂઆત 1996-97માં થઇ હતી
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 15 શ્રેણી રમાઇ જેમાં ઓસ્ટ્રેલિયા પર ભારત ભારે રહ્યું છે. ભારતે 9 શ્રેણી જીતી અને એક ડ્રો રહી હતી
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી 5 શ્રેણીની વાત કરીએ તો એમાં પણ ભારત 4 શ્રેણી જીત્યું છે. સ્ટિવ વો અને પોન્ટિંગ પણ નિષ્ફળ રહ્યા
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆતે માર્ક ટેલરની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવી હતી. પ્રથમ શ્રેણી ભારતે જીતી હતી
સ્ટિવ વો પછી રિકી પોન્ટિંગની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઓસ્ટ્રેલિયા ભારત આવી હતી. જે શ્રેણી ભારતે 2-1 જીતી હતી
ભારત સામે ગિલક્રિસ્ટની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 2 જીત મેળવી
વર્ષ 2007-08 દરમિયાન ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયું હતું. જ્યાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનો 1-2 થી પરાજય થયો હતો
પોન્ટિંગની આગેવાનીમાં કાંગારૂ ટીમ વર્ષ 2008-09 અને 2010-11 માં ભારત આવ્યું હતું. 7 ટેસ્ટ મેચમાંથી 5 ભારત જીત્યું, 2 ડ્રો રહી
વર્ષ 2014-15 માં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ગઇ હતી. જેમાં ભારતનો 2-0 થી પરાજય થયો હતો. ધોનીએ અચાનક નિવૃત્તિ જાહેર કરી
ધોની પછી ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ વિરાટે સંભાળ્યું, વર્ષ 2016-17 માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવી, ભારતે 2-1 થી શ્રેણી જીતી.
વર્ષ 2020-21 માં ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો અને ઇતિહાસ રચ્યો. ઓસ્ટ્રેલિયાને એની ધરતીમાં 2-1 થી હરાવ્યું
વર્ષ 2020-21 માં પ્રથમ ટેસ્ટ પછી વિરાટ ભારત પરત ફરતાં અંજિક્ય રહાણે કેપ્ટન બન્યો અને સફળ નેતૃત્વ કરી જીત મેળવી
Sara Tendulkar: સચિનની પુત્રી સારા તેંડુલકર કરી રહી છે મોટી તૈયારી…