Nov 08, 2022
હંમેશા તૈયાર રહો. જીવનમાં ખરાબમાં ખરાબ કે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ સામે આવીને ઉભી રહે તો એને કેવી રીતે ઉકેલવી એ બાબતને લઇને હંમેશા તૈયાર રહો. ક્યારેય નાસીપાસ ન થશો.
જીવનમાં શું કરવું છે, શું બનવું છે એ અંગેનો રોડ મેપ તૈયાર કરો અને એ અંગેનું લક્ષ્ય નક્કી કરો. ગમે તેવી ભારે અચૂક શક્તિને પણ જો લક્ષ્ય ન હોય તો એ શક્તિ નકામી સાબિત થાય છે.
સફળતા માટે પ્રાથમિકતાની સમજ હોવી જરૂરી છે. કામના મહત્વને આધારે એની પ્રાથમિકતા આપી પૂર્ણ કરવું જરૂરી છે. કામની પ્રાથમિકતા આવડી તો સમજો બેડો પાર.
જીવનમાં ક્યારેક ના કહેવી પણ જરૂરી છે. જ્યારે તમને લાગે કે અહીં ના કહેવી જરૂરી છે તો નિ:સંકોચ ના કહી દો. થોડો સમય ખોટું લાગશે પરંતુ એ તમારા માટે ઉપયોગી સાબિત થશે.
ડેડિકેશન એટલે કે સમર્પણ. તમારા ગોલ માટે પૂર્ણ રીતે સમર્પિત થવું જરૂરી છે. ટૂંકમાં એમ કહી શકાય કે, જે કાર્ય કરો તે બધી રીતે લક્ષ્ય માટે પૂર્ણ રીતે સમર્પિત હોવું જોઇએ.
કડી મહેન્ત એ જ સફળતાનો રસ્તો છે. ટેકનોલોજીના સમયમાં પણ વર્કનું મહત્વ તો એટલું જ છે. પરંતુ જો સ્માર્ટ વર્ક કરવામાં આવે તો સફળતાનો રસ્તો આસાન બની જાય છે.
Gujarat Election: નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રનો રેકોર્ડ જોરદાર…