Jul 16, 2025

ઘોડાના પગમાં કેમ લગાવવામાં આવે છે નાળ?

Rakesh Parmar

નાળની જરૂરીયાત

શું તમે જાણો છો કે ઘોડાને નાળની જરૂરીયાત કેમ પડે છે? ચાલો તેના વિશે જાણીએ.

Source: social-media

નાળનો ઉપયોગ

નાળ ઘોડાઓના પગને સ્થિરતા આપવામાં મદદ કરે છે. ઘોડાની ખરી મનુષ્યના નખ જેવા પદાર્થમાંથી જ બને છે, જેને કેરાટિન કહેવાય છે.

Source: social-media

આંતરિક ભાગ

જો કે, ખરીમાં નરમ અને કોમળ આંતરિક ભાગ હોય છે, જેને ઈજા પહોંચવાની શક્યતા રહે છે. જ્યારે ઘોડો ચાલે છે ત્યારે સ્વભાવિક રીતે ખરીઓ ઘસાઈ જાય છે.

Source: social-media

ઘસાઇ જાય છે

જ્યારે ઘોડા ચાલે છે તો ખરી સ્વાભાવિક રીતે ઘસાઈ જાય છે. માટે ખરી પર નાળ લગાવવાથી તેને ઓછુ કરવામાં અને ફ્રાગને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

Source: social-media

સ્ટીલની નાળ

ઘોડાની નાળ મોટાભાગે સ્ટીલથી બનેલી હોય છે, જોકે તેના કેટલાક અપવાદ પણ છે.

Source: social-media

એલ્યુમિનિયમ

ઘોડાદોડમાં ઘોડાઓને સામાન્ય રીતે એલ્યુમિનિયમની નાળ પહેરાવવામાં આવે છે. કારણ કે તે વજનમાં હલકી હોય છે.

Source: social-media

કોઈ પણ સ્થિતિમાં પહેરી શકે છે

એવી નાળ પણ છે જે ઘોડા ખરી અથવા પગમાં થયેલી ઈજાની સ્થિતિમાં પણ પહેરી શકે છે.

Source: social-media

રબરની નાળ

આ નાળ રબરથી બનેલી હોય છે. રબરની નાળ ઘોડાને ચાલવામાં વધુ નરમ સપાટી અને વધુ મદદ આપે છે.

Source: social-media

કોણ લગાવે છે

જે લોકો ઘોડાના પગમાં નાળ લગાવે છે તેમને ફેરિયર કહેવામાં આવે છે. ઘોડાની નાળને ખરી સાથે જોડવામાં ફેરિયર વિશેષ ખિલ્લીઓનો ઉપયોગ કરે છે.

Source: social-media

અનુભવાતી નથી

જેમ કે અમે પહેલા જણાવ્યું ઘોડાની ખરી નખ જેવી સામગ્રીથી બનેલી હોય છે. માટે નાળને ખરી પર ચોંટાડવાથી ઘોડાઓને કંઈ ખબર પડતી નથી.

Source: social-media