Dec 08, 2022

ગુજરાત ચૂંટણી પરિણામ:જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાની ભવ્ય જીત

mansi bhuva

જામનગર ઉત્તરની બેઠક પર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનો ભવ્ય વિજય થયો છે.

રિવાબા 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. રિવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના છે. તેમના પિતા બિઝનેસમેન છે

રિવાબા જાડેજાએ ભવ્ય જીતના નામે એક રેલી યોજી મતદાતાઓનો આભાર માન્યો હતો.

પત્ની રિવાબાને જીતાડવા માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મેદાનમાં ઉતર્યા હતા, ખુલ્લી જીપમાં સવાર થઇ તેને જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો.

રિવાબા જાડેજાએ 84,336 મતોથી જીત હાંસિલ કરી છે. જામનગર ઉત્તર બેઠક પરથી રવિન્દ્ર જાડેજા, બિપેન્દ્ર જાડેજા તેમજ કરશન કરમૂર વચ્ચે જોરદાર ટક્કર હતી.

રિવાબાની ભવ્ય જીતને પગલે  લોકોમાં અપાર ઉત્સાહ

રિવાબા જાડેજાની ભવ્ય જીતની ઉજવણીનો નજારો આ વીડિયોમાં

રેલીમાં બહોળી સંખ્યામાં રિવાબાને જીતની શુભેચ્છા પાઠવવા માટે લોકો એકત્રિત થયા,

રેલીમાં બહોળી સંખ્યામાં રિવાબાને જીતની શુભેચ્છા પાઠવવા માટે લોકો એકત્રિત થયા,

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપની ઐતિહાસિક તરફ પ્રશંસકો સેલિબ્રેશનના મૂડમાં