Nov 23, 2022
ફિફા વર્લ્ડ કપના મેજર અપસેટ, જાણો
Ashish Goyal
2022 વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતી આર્જેન્ટીનાને હરાવી ફિફા વર્લ્ડ કપમાં હરાવી સાઉદી અરેબિયાએ મોટો અપસેટ સર્જ્યો..
Source: iegujarati
2014 બ્રાઝિલમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં કોસ્ટા રિકાની ટીમે બે મોટા અપસેટ સર્જ્યા હતા. તેણે ઇટાલી અને ઉરૂગ્વેને હરાવ્યા હતા.
2002 સાઉથ કોરિયામાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં યજમાન ટીમે પહેલીવાર નોકઆઉટ રાઉન્ડ રમતાં ઇટાલીને 2-1થી પરાજય આપ્યો હતો.
2002 સાઉથ કોરિયામાં રમાયેલા આ ફિફા વર્લ્ડ કપમાં પહેલીવાર રમી રહેલી સેનેગલની ટીમે ચેમ્પિયન ફ્રાન્સને હરાવી મોટો અપસેટ સર્જ્યો હતો.
1998 બે મોટા અપસેટ એક નોર્વેએ બ્રાઝિલને હરાવ્યુ જ્યારે નાઇજીરિયાએ સ્પેનની જાયન્ટ ટીમને પરાજિત કરી હતી.
1990 ઇટાલીમાં રમાયેલ ફિફા વર્લ્ડ કપમાં બીજીવાર રમી રહેલી કેમેરૂનની ટીમે લીજેન્ડ આર્જેન્ટીનાની ટીમને હરાવી અપસેટ સર્જ્યો હતો.
1982 અલ્જેરિયાની ન્યૂકમર ટીમે બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલ પશ્વિમ જર્મનીની ટીમને હરાવી મોટો અપસેટ સર્જ્યો હતો.
1974 વર્લ્ડ કપમાં પ્રથમ વખત રમતાં પૂર્વ જર્મનીએ એમના કટ્ટર હરીફ પશ્વિમ જર્મનીને હરાવી મોટો અપસેટ સર્જ્યો હતો.
1966 બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલ ઇટાલીને નોર્થ કોરિયાની ટીમે હરાવી મોટા અપસેટ સર્જ્યો હતો. આ હાર સાથે ઇટાલી બહાર થયું હતું.
તમિલનાડુએ 50 ઓવરમાં બનાવ્યા 506 રન, નારાયણ જગદીશને ફટકાર્યા 277 રન
તમિલનાડુએ 50 ઓવરમાં બનાવ્યા 506 રન, નારાયણ જગદીશને ફટકાર્યા 277 રન