Jul 11, 2025
અમદાવાદમાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે અમદાવાદ સ્વર્ગ સમાન છે. કારણ કે અહીં સુંદર નદી કિનારો અને ઐતિહાસિક ઇમારતો બંને એક સાથે જોવા મળે છે.
Source: @streets.of_ahmedabad
હવે અમદાવાદીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. જેમને પક્ષી દર્શન કરવાનો શોખ છે તેવા પ્રકૃતિ પ્રેમીઓએ હવે નળ સરોવર કે થોર અભ્યારણ સુધી લાંબા થવું પડશે નહીં. અમદાવદમાં પક્ષી દર્શન કરવાની તક મળશે, તે પણ તદ્દન મફત. જાણો ક્યા, ક્યારે અને કેવી રીતે
Source: social-media
અમદાવાદના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ માટે નવુ એક આકર્ષણ ઉમેરાયું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ માટે 5 જુલાઇથી બર્ડ વોચિંગ શરૂ થઇ ગયું છે. આ માટે કોઇ ચાર્જ ચૂકવવો પડશે, તે તદ્દન નિઃશુલ્ક છે.
Source: social-media
અમદાવાદ રિવરફ્રન્ટ પર પક્ષી દર્શન દર શનિવાર અને રવિવાર સવાર સાંજ કરવા મળશે. શનિવાર અને રવિવાર સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 દરમિયાન બર્ડ વોચિંગ સેશન યોજાશે.
Source: social-media
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રિજ નીચેના બાયોડાયવર્સિટી પાર્ક થી બર્ડ વોચિંગ શરૂ થશે. મુલાકાતીઓ બાયોડાયવર્સિટી પાર્ક, ફ્લાવર પાર્ક, દુધેશ્વર બ્રિજ અને રેલવે સુભાષ બ્રિજ જેવા સ્થળો પર બર્ડ વોચ કરી શકશે.
Source: social-media
અમદાવાદ રિવરફ્ર્ટ પર વિવિધ 191 પક્ષીઓની પ્રજાતિ જોવા મળશે. રિવરફ્રન્ટની બંને બાજુ ઉંચા ઝાડ અને બગીચા છે, જ્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે.
Source: social-media
રિવરફ્રન્ટ પર પક્ષી દર્શન કરવા માટે મુલાકાતીઓએ દુરબીન, ટેલિસ્કોપ અને હેન્ડબુક જેવી સામગ્રીઓ આપવામાં આવશે.
Source: social-media
અમદાવાદ રિવરફ્રન્ટ પર જોવાલાયક સ્થળોમાં અટલ બ્રિજ, બાયોડાયવર્સિટી પાર્ક સહિત સુંદર બાગ બગીચા જોવાલાયક છે. મુલાકાતીઓ સાબરમતી નદીમાં બોટમાં બેસવાની પણ મજા માણી શકે છે.
Source: social-media