Aug 29, 2025

Khandvi Recipe । મોઢામાં પીગળી જાય એવી પોચી ખાંડવી, સરળ રેસીપી જાણો

shivani chauhan

ખાંડવી ગુજરાતનો ફેમસ નાસ્તો છે, જે ખુબજ ટેસ્ટી બને છે, તે ચણાના લોટ માંથી બનાવામાં આવે છે, પ્રોટીનથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.

Source: freepik

ખાંડવી માટે સામગ્રી

1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં, 2 કપ પાણી,1.5 ચમચી લીલા મરચા અને આદુની પેસ્ટ (1/2 ઇંચ આદુ + 2 લીલા મરચાં), 3/4 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું

Source: freepik

વઘાર માટે

1 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી રાઈ, સમારેલ 1 લીલું મરચું, થોડા મીઠા લીમડાના પાન, 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી તલ અને ગાર્નિશિંગ માટે તાજી સમારેલી કોથમીર

Source: freepik

ખાંડવી રેસીપી

એક બાઉલમાં ચણાનો લોટ લો. ખાંડવી મિશ્રણ માટે દર્શાવેલ બાકીની સામગ્રી ઉમેરો અને બરાબર હલાવો. ખાતરી કરો કે તેમાં કોઈ ગઠ્ઠો ન રહે.

Source: freepik

ખાંડવી રેસીપી

હવે ફરીથી આ મિશ્રણને સ્ટ્રેઇન કરીને નોન-સ્ટીક પેનમાં સ્થાનાંતરિત કરો. ધીમા તાપે આ મિશ્રણને 20 મિનિટ સુધી સતત હલાવતા રહો, જ્યાં સુધી મિશ્રણ સંપૂર્ણપણે ઘટ્ટ ન થઈ જાય.

Source: freepik

ખાંડવી રેસીપી

મિશ્રણ તૈયાર થતાં જ આ તેને સ્ટીલ પ્લેટની પાછળની બાજુએ શીટની જેમ પાથરો અને આને 15 મિનિટ ઠંડુ થવા દો.

Source: freepik

ખાંડવી રેસીપી

મધ્યમાં કટ જેવી સીધી રેખા બનાવો, પછી ખાંડવીની સાઈઝથી કટ કરી શેપ આપો. પછી ધીમેધીમે ખાંડવીને કિનારીઓમાંથી ફેરવવાનું શરૂ કરો અને આ રીતે બધી ખાંડવી તૈયાર કરો.

Source: freepik

ખાંડવી રેસીપી

તેલ ગરમ કરો, અને બધી સામગ્રી ઉમેરો. આ વઘારને તૈયાર કરેલી ખાંડવી પર નાખો અને પછી તાજા કોથમીરથી ગાર્નિશ કરો.

Source: freepik

પુરણપોળી રેસીપી, આવી રીતે એકદમ સ્વાદીષ્ટ બનશે